SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ भक्ति-द्वात्रिंशिका १३९ तथेत एव स्थाप्ये वीतरागे समरसापत्तेः, वचनानलक्रियादग्धकर्ममलस्यात्मनो वीतरागत्वलक्षणस्वर्णभावापत्तिरूपपरमप्रतिष्ठाया हेतुत्वादप्यस्य मुख्यत्वम् । यदाह वीजमिदं परमं यत्परमाया एव समरसापत्तेः । स्थाप्येन तदपि मुख्या हन्तैपैवेति विज्ञेया ।।[पो. ८/५]तथा, ભાવરદ્રાજી તો મદોઢયાજ્ઞીવતા(?)રૂપસ્થા વચનાનુષ્ઠાન બની શકે), ને તેથી એ વખતે વીતરાગના ગુણોનું આત્મામાં સ્થાપન થવું સંભવે છે. (વીતરાગ ગુણમય છે, માટે વીતરાગના-સ્મરણમાં એમના ગુણોનું સ્મરણ અવશ્ય હોવાથી એ ગુણનું આત્મામાં સ્થાપન થવાનું કહ્યું છે.) એટલે પ્રતિષ્ઠાનું અનુષ્ઠાન શું? કોઇપણ વચનાનુષ્ઠાનકાળે ભગવદ્ગણોનું સ્વાત્મામાં સ્થાપન સંભવે છે, તો પ્રતિષ્ઠા માટે વિશિષ્ટ અનુષ્ઠાન-વિધાન શા માટે? આવી શંકા ઊઠી શકે છે. એનું સમાધાન એ છે કે તે તે વચનાનુષ્ઠાનાત્મક ક્રિયા જે એક ગુણની સિદ્ધિ માટે (મુખ્યતયા) વિહિત હોય (જેમકે સ્વાધ્યાય જ્ઞાનાવરણીયકર્મને તોડી કેવલજ્ઞાન ગુણની પ્રાપ્તિ માટે, તપ આહારસંજ્ઞાને તોડીને અણાહારીપણાંની પ્રાપ્તિ માટે વગેરે) તે એક ગુણદ્વારા વ્યુત્પન્ન અનુષ્ઠાતાને પરમાત્માની સમાપત્તિ સંભવિત બનાવે છે. જ્યારે પ્રતિષ્ઠાના અનુષ્ઠાનમાં તો સ્થાપનાના ઉદ્દેશથી જ વિધિ થતી હોવાથી, અને સ્થાપનાનો તો ભાવથી સર્વગુણોનો આરોપ એ વિષય હોવાથી, “સર્વગુણોએ કરીને હું એ વીતરાગ જ છું” એ રીતે પરમાત્માની સ્થાપના થાય છે જે અન્યક્રિયા કરતાં આની ઘણી મોટી વિશેષતા છે.] " સ્વિાત્મામાં થતી પ્રતિષ્ઠા જ મુખ્ય હોવામાં બીજો હેતુ આમ સ્વાર્થ અબાધિત હોઇ આ, મુખ્ય પ્રતિષ્ઠા રૂપ છે. વળી આ સ્વભાવસ્થાપનથી જ સ્થાપ્ય વીતરાગમાં સમરસાપત્તિ થતી હોવાથી પણ એ મુખ્ય પ્રતિષ્ઠારૂપ છે. આગમવચનરૂપ અગ્નિની ક્રિયાથી જેનો કર્મમળ બળી ગયો છે તેવા આત્માને વીતરાગત્વરૂપ શુદ્ધ સુવર્ણપણું પ્રાપ્ત થાય છે. આ રીતે મુખ્ય દેવતાના સ્વરૂપની તત્યતાની પ્રાપ્તિ થવી એટલે કે સ્વયં વીતરાગ બની જવું એ સ્થાપ્ય વીતરાગની પરમપ્રતિષ્ઠા ૩૫ છે. તેનો હેતુ બનતી હોવાથી સ્વભાવસ્થાપના રૂપ પ્રતિષ્ઠા એ મુખ્ય પ્રતિષ્ઠા છે (ઔપચારિક નહીં.) અહીં તાત્પર્ય એ છે કે પોતાના આત્મામાં વીતરાગતાનો દઢ ઉપયોગ આત્માથી કથંચિત્ અભિન્ન હોવાથી આત્મા સ્વરૂપ છે. વળી એ જ્ઞાનાવરણીય કર્મ અને ચારિત્રમોહનીય કર્મના અમદ્ક્ષયોપશમ રૂપ છે ને ઉત્તરોત્તર વધુ પ્રબળ ક્ષયોપશમ કરાવવા દ્વારા ક્ષાયિકભાવ તરફ લઇ જનાર છે. એટલે છેવટે આત્મા ક્ષાયિકભાવની વીતરાગતા સર્વજ્ઞતા વગેરે પામે છે. આમ કથંચિત્ આત્મ દ્રવ્યમય એ ઉપયોગ આત્માને ક્ષાયિક વીતરાગતા રૂપ પરમ રસાપત્તિ કરાવે છે કે જે પણ આત્મદ્રવ્યથી કથંચિદ અભિન્ન છે. આમ ઉક્ત દૃઢ ઉપયોગમય આત્મદ્રવ્ય વીતરાગરૂપે પરિણમતું હોવાથી એ દઢ ઉપયોગમય સ્થાપના પરમારસાપત્તિનું પરિણામી કારણ બને છે, માટે એ મુખ્ય સ્થાપના છે. જ્યારે પ્રતિમામાં ઉપચારથી થયેલી સ્થાપના વીતરાગભાવનું વધુમાં વધુ નિમિત્ત કારણ બની શકે છે, ઉપાદાનકારણ નહીં, કારણકે પ્રતિમામાં યોગ્યતા રૂપે પણ વીતરાગતા-કેવલજ્ઞાન વગેરે ગુણો રહ્યા હોતા નથી. તેથી પ્રતિમામાં કરેલી સ્થાપના મુખ્ય નથી. ષોડશક (૮/૫) માં કહ્યું છે કે “સ્વકીય ભાવનું જ દેવતાના ઉદ્દેશથી સ્વાત્મામાં જ સ્થાપન કરવું એ પ્રકૃષ્ટ સમરસાપત્તિનું પ્રધાન બીજ છે. વળી બિંબ દ્વારા પણ આવા ભાવનું સ્થાપન ઉક્ત સમાપત્તિનું બીજ બનવું સંભવે છે. એટલે નિજભાવપ્રતિષ્ઠાને જ નિરુપચરિત મુખ્ય પ્રતિષ્ઠા તરીકે જાણવી. તથા ષોડશક (૮/૮-૯) માં કહ્યું છે કે “મુખ્યદેવતા સ્વરૂપના આલંબને થયેલો (વીતરાગતાદિનું અવગાહન કરનારો દઢ ઉપયોગમય) ભાવ રસેન્દ્ર જેવો છે. તેનાથી પુણ્યાનુબંધી પુણ્ય સ્વરૂપ
SR No.022084
Book TitleDwatrinshad Dwatrinshika Part 01
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivyadarshan Trust
Publication Year1995
Total Pages252
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy