SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ १३४ द्वात्रिंशद्वात्रिंशिका ___ सर्वापायनिमित्तं ह्येषा पापा न कर्तव्या ।। [षो. ७/७] तत् तदप्रीतेः सर्वथा परिहार्यत्वात् दौर्हृदभेदाः = शिल्पिगता वालकुमारयुवलक्षणावस्थात्रयगामिनो मनोरथा तदवस्थात्रयमनादृत्य जिनावस्थात्रयाश्रयाः प्रतिमागतावस्थात्रयोद्भावनेन मनसोत्थापिताः सन्तः पूरणीयाः क्रीडनकाद्युपढौकनादिना, इत्थमेव મવિપ્રિર્વોપત્તિઃ | યાદ [gો. ૭/૮-૧] अधिकगुणस्थैर्नियमात् कारयितव्यं स्वदौर्हदैर्युक्तम् । न्यायार्जितवित्तेन तु जिनविंवं भावशुद्धेन ।। अत्रावस्थात्रयगामिनो वुधैौ«दाः समाख्याता वालाद्याश्चैत्ता यत्तत्क्रीडनकादि देयमिति ।।१३ ।। તેવા તેવા મનોરથો જે ઊભા થાય છે તેને પૂરવા માટે શિલ્પીની આગળ રમકડાં વગેરે ધરવા. આ રીતે જ પ્રભુભક્તિનો પ્રકર્ષ સંપન્ન થાય છે. સાતમાં ષોડશકની ૮ મી/૯ મી ગાથામાં કહ્યું છે કે “અધિકગુણસ્થ = ભગવાનમાં રહેલ અવસ્થાને અનુસાર શિલ્પીગત સ્વમનોરથોથી યુક્ત એવું જિનબિંબ ભાવશુદ્ધ ન્યાયોપાત્ત ધનથી ઘડાવવું. આ જિનબિંબ ઘડાવવાના પ્રકરણમાં તજ્ઞોએ બાળવગેરે ત્રણ અવસ્થા ભાવી શિલ્પીના ચિત્તગત મનોરથો કહ્યા છે. માટે શિલ્પીને રમકડાં વગેરે આપવા.” આ શ્લોકનો અભિપ્રાય આવો લાગે છે - પ્રતિમા ઘડનાર શિલ્પી બાલ્ય, યુવાન કે વૃદ્ધ કોઇપણ ઉંમરનો હોય શકે છે. શ્રી વજસ્વામીનો પ્રસંગ ‘વયઃ ક્રિીડતિ, ન વજ:' થી જણાય છે કે બાળ સહજ ચેષ્ટા-વૃત્તિ-રુચિ વગેરે, શિલ્પકળામાં વિશારદતા કેળવી હોય એવા પણ બાળ શિલ્પીને સંભવિત હોય છે. એટલે એને બાળકની રુચિને અનુરૂપ રમકડાં વગેરે આપવાથી એની પ્રસન્નતા વધે. અને તેથી પ્રતિમા વધારે પ્રભાવપૂર્ણ બને. એ જ રીતે શિલ્પી યુવાન હોય કે વૃદ્ધ હોય તો તે તે વયમાં જેવી રુચિ હોય એને અનુરૂપ ચીજ વસ્તુ એને અર્પણ કરવાથી એની પ્રસન્નતા વધવા દ્વારા પ્રતિમા વધારે પ્રભાવક બને. શિલ્પી યુવાનું કે વૃદ્ધ હોય ને એને રમકડાં આપવામાં આવે તો તો એને અપમાન વગેરે લાગવાથી અપ્રીતિ થાય જે અંતતો ગતા પ્રભુપ્રત્યેની અપ્રીતિરૂપ ઠરતી હોવાથી અપાયકારક છે. એટલે શિલ્પીની જેવી અવસ્થા હોય એને અનુરૂપ અનિન્ય ચીજ વસ્તુઓ આપવાની જ અહીં વાત હોવી યોગ્ય લાગે શંકા - પણ આ શ્લોકની વૃત્તિમાં તો ‘તદવસ્થાત્રયમનાદત્ય' = શિલ્પીની બાળાદિ ત્રણ અવસ્થાને ગૌણ કરવાનું જણાવ્યું છે ને? સમાધાન - શિલ્પીની બાલ્યાવસ્થાને શિલ્પીની જ બાલ્યાવસ્થા ન ગણી, પ્રભુની બાલ્યાવસ્થા સ્વરૂપ મનથી કલ્પી પ્રભુને જે ભક્તિભાવથી ઊંચા પ્રકારના રમકડાં વગેરે અર્પવાનું થાય એવું અર્પણ કરવાનું જણાવવા માટે આ પ્રમાણે જણાવેલું જાણવું. જો પ્રભુની બાલ્યાવસ્થાને નજરમાં લાવવામાં ન આવે, તો શિલ્પી બાળક છે એમાં આપણને શું? એને રમકડાં આપીશું તો તો એ રમવામાં પડી જશે ને પ્રતિમા ઘડવામાં વિલંબ થશે.. વગેરે વિચારો આવી રમકડાં વગેરેનું અર્પણ ન થાય એવું સંભવિત છે. આવું ન થાય એ માટે, “બાલ્યાવસ્થા તો શિલ્પીની છે ને એવું ન વિચારતા “બાલ્યાવસ્થા મારા પ્રભુની જ છે' એવું વિચારવું. - આવા અભિપ્રાયથી આ, શિલ્પીની અવસ્થાને ગૌણ કરવાનું જણાવ્યું હોવું જોઇએ. આ જ પ્રમાણે યુવા-વૃદ્ધ અવસ્થા માટે વિચારવું.]I/૧૩ ભિાવશુદ્ધ ધનને જણાવવા ગ્રન્થકાર કહે છે [ભાવશુદ્ધિ અને મન્નન્યાસ) “સ્વધનમાં કોઇ પણ રીતે જો અન્ય ધન ભળી ગયું હોય તો એ અંશથી એને પણ પુણ્યની પ્રાપ્તિ થાઓ'
SR No.022084
Book TitleDwatrinshad Dwatrinshika Part 01
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivyadarshan Trust
Publication Year1995
Total Pages252
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy