SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ १३० द्वात्रिंशद्वात्रिंशिका परोपतापः = प्रातिवेश्मिकादिखेदः । ।३ ।। अप्रीतिर्नैव कस्यापि कार्या धर्मोद्यतेन वै। इत्थं शुभानुबन्धः स्यादत्रोदाहरणं प्रभुः ।।४।। अप्रीतिरिति । धर्मोद्यतस्य परपीडापरिहारप्रयत्नातिशयो मुख्यमंगम्, यथा तापसाप्रीतिपरिहारार्थं भगवतो वर्षास्वपि गमनमिति भावः ।।४ ।। आसन्नोऽपि जनस्तत्र मान्यो दानादिना यतः। इत्थं शुभाशयस्फात्या बोधिवृद्धिः शरीरिणाम् ।।५।। आसन्नोऽपीति । आसन्नोऽपि = तद्देशवः स्वजनादिसंवन्धरहितोऽपि । इत्थं = भगवद्भक्तिप्रयुक्तौदाઈયો ITI IT इष्टकादि दलं चारु दारु वा सारवन्नवम्। गवाद्यपीड्या ग्राह्य मूल्यौचित्येन यत्नतः ।।६।। इष्टकादीति । आदिना पाषाणादिग्रहः । चारु = गुणोपेतम् । दारु वा चारु यत्नानीतं देवताधुपवनादेः प्रगुणं च । सारवत् = स्थिरं खदिरसारवत् । गवादीनामपीडा बहुभारारोपणकृतपीडापरिहाररूपा तया । જણાવે છે–]. જિનમંદિર બંધાવવા માટે સૌ પ્રથમ વાસ્તુવિદ્યા અને ધર્મશાસ્ત્રમાં દેખાડેલી મર્યાદાને ઉલ્લંધ્યા વગર એવી જમીન ખરીદવી જેમાં પાડોશી વગેરેને ખેદ પહોંચતો ન હોય તેમજ ભવિષ્યમાં કલ્યાણની પરંપરા ચાલવાની હોય.lal [જેમાં કલ્યાણપરંપરા ચાલે એવી શુભલક્ષણવાળી જમીન ખરીદવી એ વાત તો બરાબર છે. પણ પાડોશી વગેરેને ખેદ ન થવો જોઇએ એવી શરત શા માટે છે? એ જણાવવા ગ્રન્થકાર કહે છે–]. ધર્મોદ્યત જીવે કોઇને પણ અપ્રીતિ થાય એવું કરવું ન જોઇએ. એ જ રીતે શુભાનુબંધ થાય છે. આ બાબતમાં પ્રભુ ઉદાહરણ રૂપ છે. ધર્મોદ્યત જીવનો અન્યની પીડાનો પરિહાર કરવાનો અતિશયિત પ્રયત્ન એ જ મુખ્ય અંગ - શુભાનુબંધ વગેરેનું મુખ્ય કારણ છે. જેમકે તાપસીની અપ્રીતિનું વારણ કરવા માટે પ્રભુ મહાવીર સ્વામીએ ચોમાસામાં પણ વિહાર કરી દીધો.૪ો આડોશ પાડોશને અપ્રીતિ ન કરવી એટલું જ નહીં, પણ સ્વજનાદિ સંબંધ રહિત એવા પણ આસપાસમાં જે લોકો રહેતા હોય તેઓને દાનાદિથી અનુકૂળ કરવા - આવર્જિત કરવા. ભગવાન પ્રત્યેની ભક્તિથી થયેલી આવી ઉદારતાના યોગે શુભાશય સ્લીત થવાથી જીવોને બોધિની પ્રાપ્તિ અને વૃદ્ધિ થાય છે.પા. ભૂિમિ અંગેની વિધિ દેખાડ્યા બાદ ભીંત અંગેની વિધિ દેખાડતાં ગ્રન્થકાર કહે છે–]. ઇંટ-પાષાણ વગેરે સુંદર ગુણોપેત વાપરવા. દેવતા વગેરેના ઉપવનમાંથી પ્રયત્નપૂર્વક લવાયેલું, લક્ષણયુક્ત અને ખદિરાદિની જેમ સ્થિર - સારવાળું લાકડું વાપરવું. બળદ વગેરેની, બહુભાર લાદવો- અન્ન પાણી વહેલાં મોડાં આપવા વગેરે- પીડાનો પરિહાર કરવો. ઇટ વગેરે યોગ્ય મૂલ્યનું વિતરણ કરીને ખરીદવું. તે પણ પૂર્ણકલશ વગેરે શુભશુકન પૂર્વક ખરીદવું એ હિતકર નીવડે છે. અને આ શુભશુકન ચિત્તોત્સાહને અનુસરનાર હોય છે એ જાણવું. અર્થાત્ પૂર્ણકલશ વગેરે બાહ્યશુકન છે અને અંદરથી ચિત્તનો ઉત્સાહ એ આંતરિકશુકન છે. [આ ,
SR No.022084
Book TitleDwatrinshad Dwatrinshika Part 01
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivyadarshan Trust
Publication Year1995
Total Pages252
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy