SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ दान-द्वात्रिंशिका ऐन्द्रेति - अनुकंपासमन्वितं = अनुकंपापूर्वकं दानं, इन्द्रस्य संबन्ध्यैन्द्रं यच्छर्म तत्प्रदम् । सांसारिकसुखान्तरप्रदानोपलक्षणमेतत् । स्वेष्टवीजप्रणिधानार्थं चेत्थमुपन्यासः । भक्त्या सुपात्रदानं तु जिनैः = भगवद्भिः मोक्षदं देशितं, तस्य वोधिप्राप्तिद्वारा भगवत्यां मोक्षफलकत्वाभिधानात् ।।१।। ગ્રંથકાર શ્રી ઉપાધ્યાયજી મહારાજે પણ સામાચારી પ્રકરણમાં ૧૪ મી ગાથામાં કહ્યું છેजइवि हु इच्छाकारो बलाभिओगस्स वारणट्ठाए। तहवि हु सा मज्जाया अण्णत्थ वि होइ कायव्वा ।।१४।। જો કે ઇચ્છાકાર પ્રયોગ બલાભિયોગની શંકાના વારણ માટે છે, તો પણ અન્યત્ર પણ = જ્યાં સ્વતઃ જ અભિયોગની શંકા હોતી નથી ત્યાં પણ ઇચ્છાકાર પ્રયોગ અવશ્ય કરવો જોઇએ, કારણ કે એવી મર્યાદા અનુકંપા પૂર્વક અપાતું દાન ઇન્દ્ર સંબંધી સુખને દેનારું હોય છે. આ વાત અન્ય સાંસારિક સુખના ઉપલક્ષણભૂત જાણવી. એટલે કે અનુકંપાદાન ઇન્દ્રનું સુખ વગેરે સઘળાં સાંસારિક સુખોને દેનારું બને છે એવો તાત્પર્યાર્થ જાણવો. પ્રશ્ન - જો એને સઘળાં સાંસારિક સુખોને આપનારું જણાવવું છે તો એ રીતે જ ઉલ્લેખ કરવો હતો ને, ઇન્દ્રના સુખને આપનારું છે એ રીતે ઉલ્લેખ કરી, પછી એ ઉલ્લેખને ઉપલક્ષણ રૂપે ઠેરવવો. આવું ગૌરવ કરવાની શી જરૂર છે? ઉત્તર - તમારો પ્રશ્ન સાચો છે. પણ તેમ છતાં, પોતાનું (ગ્રન્થકારનું) જે ઇષ્ટ બીજ છે ( કાર) તેનું ગ્રથના પ્રારંભે પ્રણિધાન થઇ જાય એ માટે આ રીતે ઉલ્લેખ કર્યો છે. ભક્તિથી અપાતું સુપાત્રદાન મોક્ષને આપનારું છે એવું શ્રી જિનેશ્વરદેવોએ દર્શાવ્યું છે. આ વાત સુપાત્રદાન બોધિની પ્રાપ્તિ કરાવવા દ્વારા મોક્ષ ફલક બને છે એવું ભગવતીજીમાં જે કહ્યું છે તેના પરથી જણાય છે.(આમાં નયસાર વગેરેનું દૃષ્ટાન્ત જાણવું.)૧// [અનુકંપાથી અને ભક્તિથી અપાતા દાનનું ફળ કહ્યું. હવે અનુકંપા અને ભક્તિના યોગ્ય વિષયની પ્રરૂપણા કરવા ગ્રન્થકાર કહે છે–] અનુકંપાનું પાત્ર હોય તે અનુકંપ્ય.સાધુ મહારાજ વગેરે સુપાત્ર એ ભક્તિનું પાત્ર છે. અનુકંપ્યને અનુકંપાથી ઘન આપવું અને સાધુ વગેરે સુપાત્રને ભક્તિથી દાન આપવું એ યોગ્ય ફળને આપનારું બને છે. અનુકંપ્યને જેઓ ભક્તિ કરવા યોગ્ય માને છે. અને તેથી એ રીતે ભક્તિથી દાન દે છે) અને સુપાત્રને જેઓ અનુકંપા કરવા યોગ્ય માને છે અને તેથી જાણે દયા-દાન કરતા હોય એ રીતે અનુકંપાથી દાન દે છે) તેઓની આ વિપરીત બુદ્ધિ તેઓને પ્રતિચાર લગાડે છે. * અહીં વિશેષ અર્થ એ છે કે જો કાળ, ભવિતવ્યતા વગેરે અનુકુળ ન હોય તો અનુકંપાદન સાંસારિક સુખ આપીને અટકી જાય છે. પણ જો કાળ વગેરે અનુકૂળ બની ગયા હોય તો અનુકંપાદાન એવું પુણ્ય બંધાવી આપે છે જેના પ્રભાવે માનવભવ, આર્યકુલ, જૈનધર્મ વગેરેની પ્રાપ્તિ દ્વારા આત્માનો અભ્યદય થાય છે. જેમકે મેઘકુમાર. અન્યત્ર પણ જે કહ્યું છે-- मोक्खत्थं जं दाणं तं पइ एसो विही समक्खाओ। अणुकंपादाणं पुण जिणेहिं न कया वि पडिसिद्धं ।। અર્થ:- સંસ્મરણમાં સુપાત્રને શુદ્ધદાન આપવું, અસંસ્મરણમાં અશુદ્ધ પણ અપાય, કપાત્રને દાન આપવું નિષિદ્ધ છે. આવો બધો જે વિધિ આગમમાં કહ્યો છે તે મોક્ષ માટે કરાતા દાન અંગે જાણવો. અનુકંપાદાનનો તો શ્રી જિનેશ્વરદેવોએ ક્યાંય નિષેધ કર્યો નથી. આનાથી પણ સૂચિત થાય છે કે સામાન્યથી, અનુકંપાદાન મોક્ષફળ માટે હોતું નથી. समणोवासए णं भंते! तहारूवं समणं वा-जाव पडिलाभेमाणे किं चयति? गोयमा! जीवियं चयति, दुच्चयं चयति, दुक्करं करेति, दुल्लहं लहइ, बोहिं बुज्झइ तओ पच्छा सिज्झति जाव अंतं करेति ।। (भगवती सूत्रं - २६४]
SR No.022084
Book TitleDwatrinshad Dwatrinshika Part 01
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivyadarshan Trust
Publication Year1995
Total Pages252
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy