SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ १२४ द्वात्रिंशद्वात्रिंशिका स्वधर्मादन्यमुक्त्याशा तदधर्मसहिष्णुता। यदद्वयं कुशले चित्ते तदसंभवि तत्त्वतः ।।२४।। स्वधर्मादिति। स्वधर्मादन्येषां जगत्प्राणिनां मुक्त्याशा = मुक्तिवांछा तेषां = अन्येषां येऽधर्मा दुर्गतिहेतवस्तेषां सहिष्णुता स्वस्मिंस्तत्फलापत्त्या परदुःखपरिजिहीर्षालक्षणा, यदेतद्वयं कुशले चित्ते विषयीभवति तत्तत्त्वतोऽसंभवि, वुद्धानां निर्वृतिप्रतिपादनात्, गंगावालुकासमा वुद्धा निर्वृता इति परेषामागमव्यवस्थितेः, स्वान्यधर्माधर्मयोः परेषु स्वस्मिंश्चोपसंक्रमे तदयोगात् । यदि चैवमसद्भूतार्थविपयं कुशलचित्तं प्रामाणिकं स्यात्तदा मय्येव निपतत्वेतज्जगदुश्चरितं यथा । मत्सुचरितयोगाच्च मुक्तिः स्यात्सर्वदेहिनाम् ।। [अष्टक २९/४] इतिवत् अज्ञानानां यदज्ञानमास्तां मय्येव तत्सदा । मदीयज्ञानयोगाच्च चैतन्यं तेषु सर्वदा ।। इत्यपि परेण पठनीयं स्यात् ।।२४ ।। अतो मोहानुगं ह्येतन्निर्मोहानामसुन्दरम् । बोध्यादिप्रार्थनाकल्पं सरागत्वे तु साध्वपि ।।२५।। ___ अत इति । अतः = उक्तकुशलचित्तस्य तत्त्वतोऽसंभव्यर्थविषयत्वादेतद्धि मोहानुगं = मोहनीयकर्मोदઅન્યોના દુઃખ તેઓએ ન ભોગવવા પડે એવી ઇચ્છા રૂ૫ છે.) આ બે અભિવ્યક્ત થાય છે. પણ આ બે ચીજ વાસ્તવમાં અસંભવિત છે, કારણ કે બુદ્ધ નિર્વાણ પામ્યાનું પ્રતિપાદન કરાયું છે, આ પણ “ગંગાની રેતીના કણ જેટલા બુદ્ધો નિર્વાણ પામ્યા છે' (અથવા “ગંગાવાલુકાસમ = ગંગાની રેતીની જેવા નિર્લેપ = અન્યના પાપથી નહીં લેપાયેલા બુદ્ધો નિર્વાણ પામ્યા છે.') એવી તેઓની આગમોક્ત વાત પરથી જણાય છે. જો પોતાનો ધર્મ જગતુના જીવોમાં અને જગતુના પાપો પોતાનામાં સંક્રાન્ત થઇ શકતા હોય તો એક પણ બુદ્ધનો મોક્ષ જ અસંભવિત બની જાય. કેમકે જેવા આ કુશલચિત્તવાળા બને કે તુરંત જગતુના જીવોના પાપથી તેઓનો આત્મા ભરાઇ જાય. વળી જો આ રીતે અવિદ્યમાનવિષયવાળું એવું પણ આ કુશળચિત્ત પ્રામાણિક હોય તો આ જગતનું પાપ મારામાં આવી જાઓ અને મારા સુચરિતથી સર્વજીવોની મુક્તિ થઇ જાઓ” એવા કુશલ ચિત્તની જેમ “અજ્ઞાની જીવોનું જે અજ્ઞાન હોય તે હંમેશા મારામાં આવી જાઓ અને મારું જ્ઞાન તેઓમાં જવા દ્વારા તેઓમાં હંમેશા ચૈતન્ય સ્કૂર્યા કરો' એવું કુશળચિત્ત પણ કહેવું પડશે. અથવા, “અજ્ઞાન = જ્ઞાનશૂન્ય = જડ પદાર્થોની જડતા હંમેશા મારામાં આવી જાવ અને એ જડ પદાર્થોમાં મારું જ્ઞાન જવા દ્વારા હંમેશા ચૈતન્ય ફૂર્યા કરો.” એવું કુશળચિત્ત પણ કહેવું પડશે./૨૪ll [અસંભવિત વિષયવાળું ચિત્ત શું સર્વથા અસુંદર જ હોય? કુશળ ન જ હોય? એવી શંકાનું સમાધાન કરવા ગ્રન્થકાર કહે છે -. પરોક્ત કુશલચિત્ત તત્ત્વતઃ અસંભવિત વિષયવાળું હોઇ મોહનીયકર્મના ઉદયથી સંકળાયેલું હોય છે, કારણકે મોહનીયનો ઉદય ન હોય તો તો સઘળા વિકલ્પોના ખળભળાટ વિનાનું જ નિસ્તરંગ ચિત્ત હોય છે. આમ મોહોદયથી યુક્ત હોવાથી એ કુશળચિત્ત નિર્મોહ એવા વીતરાગ માટે અસુંદર છે. તેથી એવું કુશળચિત્ત સર્વ શ્રેષ્ઠ નથી, કારણકે નિર્મોહતાનું વિરોધી છે. પ્રશસ્તરાગવાળી-સરાગ અવસ્થામાં આવું કુશળચિત્ત એ બોધિ, આરોગ્ય, ઉત્તમસમાધિ વગેરેની પ્રાર્થનાયુક્ત ચિત્તને સમાન હોઇ પ્રશસ્ત પણ હોય છે. અસંભવિત
SR No.022084
Book TitleDwatrinshad Dwatrinshika Part 01
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivyadarshan Trust
Publication Year1995
Total Pages252
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy