SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ १२० द्वात्रिंशद्वात्रिंशिका प्रव्रज्यासिद्धिः, इत्यस्मादेव तस्या न्याय्यत्वम् । तदिदमाह प्रारंभमंगलं यस्या गुरुशुश्रूषणं परम् । एतौ धर्मप्रवृत्तानां नृणां पूजास्पदं महत् ।।' [अष्टक २५/७] इति ।।१८।। ननु पित्रुकेंगे परिणामस्तावन्नास्त्येव मुमुक्षोरनिष्टनिमित्ततापरिहारस्तु सर्वत्र दुःशक इत्यत आहतत्खेदरक्षणोपायाप्रवृत्तौ न कृतज्ञता। त्यागोऽप्यबोधे न त्यागो यथा ग्लानौषधार्थिनः ।।१९।। तदिति । तयोः = पित्रोः खेदस्य यद्रक्षणं तदुपायेऽप्रवृत्तौ न कृतज्ञता । सा हि तत्प्रतिपत्तिसाध्यैव । यदाह --[> ૨૫/૮]. ‘स कृतज्ञः पुमाँल्लोके स धर्मगुरुपूजकः । स शुद्धधर्मभाक् चैव य एतौ प्रतिपद्यते ।।' इति । तथा च सर्वश्रेयोमूलभूतस्य स्वेष्टस्य कृतज्ञतागुणस्य प्रतिपक्षः पितृखेदः सर्वथैव वर्जनीय इति भावः । यदाह - સાવદ્યથી સંકળાયેલી બનવાથી) ન્યાયસંગત બની શકતી નથી.” વળી પ્રવજ્યા પૂર્વે ગૃહમાં વસીને માતાપિતાની શુશ્રુષા જે થાય એ પ્રવજ્ય રૂ૫ શુભકાર્ય માટે પ્રારંભમંગલરૂપ બને. તેથી એ શુશ્રુષા વિના પ્રવ્રજ્યા સિદ્ધિ અશક્ય હોઇ આ ગૃહવાસથી જ પ્રવ્રજ્યા ન્યાયસંગત બનવાની હતી. આમ અભિગ્રહથી જ ન્યાયસંગત પ્રવ્રજ્યા સંપન્ન થતી હોઇ એ ન્યાય જ હતો. અષ્ટકજી (૨૫/૭) માં કહ્યું છે કે “માતા-પિતાની શુશ્રુષા એ આ પ્રવજ્યાનું શ્રેષ્ઠ પ્રારંભમંગલ છે, કારણકે માતા અને પિતા એ ધર્મપ્રવૃત્ત મનુષ્યો માટે મહત્ત્વનું પૂજાસ્થાન છે.”II૧૮. શંકા - મુમુક્ષુ ચારિત્ર ગ્રહણ કરે એમાં માતા-પિતાને ઉદ્વેગ પમાડવાનો એનો આશય હોતો નથી. એમાં પોતે નિમિત્ત બને છે એ વાત સાચી. પણ એમ તો અનિષ્ટના નિમિત્ત બનવાથી બચવું એ સર્વત્ર શક્ય પણ નથી. એટલે ક્યાંક એવું નિમિત્ત બની જવા છતાં પ્રવ્રજ્યા જેમ અન્યાય બની જતી નથી તેમ પ્રસ્તુતમાં માતાપિતાને ઉદ્વેગ રૂપ અનિષ્ટના નિમિત્ત બનવા છતાં પણ પ્રવ્રજ્યા કાંઇ અન્યાય બની જવાની નથી. માટે આ રીતે પ્રવજ્યાનો વિલંબ અયોગ્ય છે. આવી શંકાનું સમાધાન આપવા ગ્રન્થકાર કહે છે – માતા-પિતાનો ખેદ જેનાથી અટકે એવા ઉપાયને જો અજમાવવામાં ન આવે તો એમાં કૃતજ્ઞતા ગુણની હાનિ થાય, કેમકે કૃતજ્ઞતા તે ઉપાયને અજમાવીને માતા-પિતાની સેવા કરવા દ્વારા જ સંપન્ન થાય છે. અષ્ટકજી (૨૫/૮) માં કહ્યું છે કે “તે જ પુરુષ લોકમાં કૃતજ્ઞ છે, તે જ ધર્મગુરુનો પૂજક બને છે અને તે જ શુદ્ધ ધર્મનું ભાજન બને છે જે માતા-પિતાની સેવા કરવા દ્વારા સ્વીકાર કરે છે.” [ઉક્ત અભિગ્રહથી જ કૃતજ્ઞતાનું પાલન હોઇ એ અભિગ્રહ ન્યાય જ હતો. તેમજ એ રીતે કૃતજ્ઞતાનું પાલન ન થાય તો તો શુદ્ધધર્મનું ભાન ન બનાય. એટલે કે પ્રવ્રજ્યા ધર્મ પણ શુદ્ધ ન બને. માટે અભિગ્રહથી થયેલ પ્રવ્રજ્યા વિલંબ પણ અયોગ્ય નહોતો.) તા એ છે કે સર્વકલ્યાણના મૂળભૂત જે સ્વઇષ્ટ કૃતજ્ઞતાગુણ તેના પ્રતિપક્ષરૂપ માતાપિતાનો ખેદ સર્વથા વર્ય છે. પંચસૂત્રમાં (ત્રીજાસૂત્રમાં) કહ્યું છે કે “માતાપિતા બોધ ન પામતા હોય તો કોઇ પણ રીતે તેમને બોધ પમાડવો એટલે કે પ્રવજ્યાને અભિમુખ કરવા.” “તેમ છતાં વિચિત્ર કર્મપરિણતિના કારણે બોધ ન પામે તો તેઓના નિર્વાહના સાધનની યથાશક્તિ વ્યવસ્થા કરી પછી તેઓની અનુજ્ઞા પ્રાપ્ત કરી સાધુ ધર્મ સ્વીકારવો.” તેમ છતાં તેઓ અનુજ્ઞા ન આપે તો ‘દિલથી નિર્માય રહી બાહ્ય રીતે માયા કરવી’ એટલે કે “હું અલ્પ આયુષ્યવાળો
SR No.022084
Book TitleDwatrinshad Dwatrinshika Part 01
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivyadarshan Trust
Publication Year1995
Total Pages252
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy