SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ जिनमहत्त्व - द्वात्रिंशिका धृत्यादेरपि धर्मादिजन्यत्वान्नात्र मानता । कृतित्वेनापि जन्यत्वाच्चेत्यन्यत्रैष विस्तरः । । १२ ।। धृत्यादेरिति । धृत्यादेरपि धृतिः पतनप्रतिवन्धकः संयोगः आदिना स्थितिग्रहः, धर्मादिजन्यत्वादादिना स्वभावादिग्रहः, नात्र जगत्कर्तृत्वे मानता = प्रमाणता । उक्तश्रुतावक्षरप्रशासन पदयोः संग्रहाभिमतैकात्मतद्धर्मपरतया नानुपपत्तिः । किञ्च प्रयत्नवदीश्वरसंयोगमात्रस्य धारकत्वेऽतिप्रसंगः, धारणानुकूलप्रयत्नवदी 999 પ્રયત્ન કામ કરી રહ્યો છે. બ્રહ્માંડ પણ ભારે પદાર્થ છે અને તેમ છતાં એ ધારી ૨ખાયેલ છે. એટલે એની કૃતિના કારણભૂત પ્રયત્નના આશ્રય તરીકે જગત્કર્તાની સિદ્ધિ થાય છે. આવી પૂર્વપક્ષમાન્યતા સામે ગ્રન્થકારનું કહેવું એ છે કે એ ધૃતિ વગેરે પ્રયત્નજન્ય નથી પણ ધર્મ-સ્વભાવ જન્ય છે. એટલે કે શ્રી તીર્થંકર દેવો વગેરેના ધર્મથી અને તથાલોકસ્વભાવથી જ વિશ્વની કૃતિ છે. તેથી એના કારણ તરીકે પ્રયત્ન અસિદ્ધ હોઇ જગત્કર્તા પણ સિદ્ધ થતો નથી.] પૂર્વપક્ષ : આ રીતે ઈશ્વરના પ્રયત્નથી ધૃતિ નહિ માનો તો ઉક્ત શ્રુતિ અસંગત થઇ જશે ને! ઉત્તરપક્ષ : ઉક્ત શ્રુતિમાં એકવચનાન્ત અક્ષરસ્ય પદથી જે એક જ છે એવા ઈશ્વરાત્માનો તમે અભિપ્રાય રાખો છો એ બરાબર નથી. એમાં તો સંગ્રહનયને માન્ય એકાત્મનો ઉલ્લેખ છે. એટલે કે સમાનજાતીય અનેક પદાર્થોનો સંગ્રહનય એક રૂપે સંગ્રહ કરે છે અને એક તરીકે ઉલ્લેખ કરે છે. માટે અહીં એકવચનાન્ત ઉલ્લેખથી એવું કાંઇ સિદ્ધ થઇ જતું નથી કે જે એક જ છે એવા ઈશ્વરાત્માનો અહીં ઉલ્લેખ છે. વળી ‘પ્રશાસન’ શબ્દનો અર્થ અહીં તદ્ધર્મ = તે આત્માઓનો ધર્મ છે. ટૂંકમાં, ઉક્ત શ્રુતિ “અક્ષરના = ઈશ્વરાત્માના પ્રશાસનથી પ્રયત્નથી ધૃતિ છે” એમ નથી જણાવતી, કિન્તુ “અક્ષરના = જાતિરૂપે એક આત્માના પ્રશાસનથી = ધર્મથી = પુણ્યથી ધૃતિ છે” એમ જણાવે છે. એટલે ઉક્ત શ્રુતિ પણ આત્માઓના ધર્મથી જ ધૃતિ હોવાનું કહેતી હોવાથી અસંગતિ નથી. = વળી ઈશ્વરઆત્માએ પૃથ્વી-સ્વર્ગને ધારી રાખ્યા છે એવું તમે જે માનો છો તેમાં પ્રયત્નશીલ ઈશ્વરના સંયોગમાત્રને જો ધા૨ક માનશો તો અતિપ્રસંગ થશે. [જે વસ્તુ પતન પામી રહી છે તેની સાથે પણ એવો ઈશ્વ૨સંયોગ વિદ્યમાન હોવાથી તે પણ ધરાઇ રહેવાનો અતિપ્રસંગ અહીં જાણવો.] માત્ર પ્રયત્નશીલ ઈશ્વ૨સંયોગ નહિ, કિન્તુ ધારણાનુકૂલ પ્રયત્નશીલ ઈશ્વરસંયોગને ધારક માનશો અથવા તો ધા૨ણાવચ્છિન્નઈશ્વ૨પ્રયત્નને જ ધારક માનશો તો પણ એ અતિ પ્રસંગનો દોષ આવશે. આ અતિપ્રસંગ દોષ તો જ આવે છે જો સ્વજનકવૃત્તિધા૨ણાવચ્છિન્નવિશેષ્યતાને અથવા ધારણાવચ્છિન્નવિશેષ્યતાને જ ધારકતાવચ્છેદક સંબંધ રૂપે માનવામાં ન આવે. એ અતિપ્રસંગના વા૨ણ માટે જો એને ધારકતાવચ્છેદક સંબંધરૂપે માનવામાં આવે તો ઈશ્વરના જ્ઞાન અને ઇચ્છા પણ ધારક બની જવાની આપત્તિ આવવાથી ગૌરવ થશે, માટે લાઘવથી ધર્મને ધા૨ક માનવો એ જ ઉચિત છે. = આશય એ છે કે ધારણાનુકૂલપ્રયત્નવદીશ્વરસંયોગને ધા૨ક માનવામાં આવે તો પણ, પતન પામતી ચીજ પણ ધરાઇ રહેવાનો અતિપ્રસંગ એટલા માટે આવે છે કે, સમરાંગણમાં શરપાત થતો હોય એ વખતે પણ ઈશ્વર, બ્રહ્માંડની કૃતિને અનુકૂલ પ્રયત્નશીલ તો હોય જ છે. વળી આવા પ્રયત્નવાળા ઈશ્વરનો સંયોગ પણ તીર સાથે છે જ. એટલે એની પણ ધારણા જ થવી જોઇએ, પતન નહીં, આ અતિપ્રસંગનું વા૨ણ ક૨વા માટે એવું માનવું આવશ્યક બને છે કે સ્વજનકવૃત્તિધારણાવચ્છિન્ન વિશેષ્યતા એ ધા૨કતાવચ્છેદક સંબંધ છે. ધારક
SR No.022084
Book TitleDwatrinshad Dwatrinshika Part 01
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivyadarshan Trust
Publication Year1995
Total Pages252
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy