SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ दान-द्वात्रिंशिका श्री अर्हं नमः । श्री शंखेश्वर पार्श्वनाथाय नमः । श्री महावीर परमात्मने नमः श्रीमद्यशोविजयवाचकपुंगवाय नमः । श्री प्रेमभुवनभानुसूरीश्वरधर्मजिज्जयशेखरसूरीश्वरेभ्यो नमः । ऐं नमः । न्यायविशारद - न्यायाचार्य श्रीमद्यशोविजयोपाध्यायविरचिता द्वात्रिंशद्वात्रिंशिका ૧ १. दानद्वात्रिंशिका ऐन्द्रवृन्दविनतांघ्रियामलं यामलं जिनपतिं समाश्रिताम् । योगिनोऽपि विनमन्ति भारतीं भारती मम ददातु सा सदा ।। ઇન્દ્રોના વૃન્દથી પ્રણામ કરાયેલું છે ચ૨ણયુગલ જેઓનું એવા શ્રી જિનેશ્વરદેવનો આશ્રય કરીને રહેલી જે સરસ્વતીદેવીને યોગીઓ પણ અત્યંત ભક્તિપૂર્વક પ્રણામ કરે છે તે સરસ્વતીદેવી મને હંમેશા ભા = પ્રકાશ = જ્ઞાન અને રતિ = આનંદ આપો. અથવા, ઉક્ત સ્વરૂપ વાળા શ્રી જિનેશ્વરદેવનો આશ્રય કરીને રહેલી જેણીને યોગીઓ પણ અત્યંત ભક્તિપૂર્વક પ્રણામ કરે છે તે સરસ્વતી દેવી મને વાણી આપો, એટલે કે તે સરસ્વતી દેવી, પ્રારંભ કરાતા આ ગ્રન્થની રચના માટે આવશ્યક એવા નિર્દોષ શબ્દ મને આપો. [પેન્દ્ર શબ્દથી ગ્રન્થકારે સ્વઇષ્ટ બીજનું પ્રણિધાન કર્યું છે. મેં કા૨ના જાપથી ગ્રન્થકારે સરસ્વતી દેવીને પ્રસન્ન કરેલા. માટે ‘તેં’કાર એ ગ્રન્થકારનું સ્વઇષ્ટ બીજ છે.‘ઐન્દ્રવૃન્દ...’ ઇત્યાદિ જે વિશેષણ શ્રીજિનપતિનું વપરાયું છે તેનાથી ભગવાનના પૂજાતિશયનું સૂચન થાય છે. જિન = સઘળા અપાયોના કારણભૂત રાગ-દ્વેષને જીતેલા. એટલે ‘જિનપતિ’ શબ્દથી ભગવાનનો અપાયાપગમાતિશય સૂચિત થાય છે. જ્ઞાનની અને વાણીની દેવી સ૨સ્વતી ખુદ ભગવનો આશ્રય કરીને રહેલી છે એવું જે કહ્યું છે તેનાથી ભગવાનો જ્ઞાનાતિશય અને વચનાતિશય જણાય છે. વળી ‘ભગવાનને આશ્રયીને રહેલી વાવી (કે વાણી એ જ દેવી) મને હંમેશા વચનો આપો' એવું જે જણાવ્યું છે એનાથી એ સ્પષ્ટ છે કે ‘એ વચનોથી રચાયેલા આ ગ્રન્થમાં શ્રી જિનવચનને પ્રતિકૂળ કાંઇ નથી.' વળી ‘વાણીદેવી મને વચનો આપો' એવું જણાવીને ગ્રન્થકારે સ્વલઘુતા વ્યક્ત કરી છે, ‘આ તો બધા વાણીની દેવીનાં (કે ભગવાનની વાણી રૂપી દેવીનાં) વચનો છે, મારું કાંઇ નથી' એ રીતે.] શ્રેયોભૂત અનેક શાસ્ત્રાર્થોના સંગ્રહને મનમાં ઉપસ્થિત કરીને બત્રીશી પ્રકરણનો પ્રારંભ કરતા ગ્રન્થકાર સૌ પ્રથમ દાનબત્રીશીને કહે છે. તેને સૌ પ્રથમ એટલા માટે કહે છે કે દાનધર્મ પ્રથમ હોવાથી ૫૨મ મંગલરૂપ છે. [આશય એ છે કે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચાર પુરુષાર્થો છે. એમાં શેષ ૩ પુરુષાર્થોના કારણભૂત હોઇ ધર્મ એ પ્રથમપુરુષાર્થ છે. એ ધર્મ ચાર પ્રકારે છે. દાન, શીલ, તપ અને ભાવ. આ ચારે ય પ્રકારનો ધર્મ ક૨વા માટે મુખ્યતયા અનુક્રમે ધન, ઇન્દ્રિય, શરીર અને મન પ્રત્યેનું આત્માનું જે અનાદિકાલીન વલણ છે તેને બદલવું પડે છે. એમાં ધન, અપેક્ષાએ આત્માથી સૌથી દૂરની ચીજ છે, એનાં કરતાં ઇન્દ્રિયો કંઇક નજીક
SR No.022084
Book TitleDwatrinshad Dwatrinshika Part 01
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivyadarshan Trust
Publication Year1995
Total Pages252
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy