SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ जिनमहत्त्व-द्वात्रिंशिका १०३ दोषावरणयोर्हानिनिःशेषाऽस्त्यतिशायनात्। क्वचिद्यथा स्वहेतुभ्यो बहिरन्तर्मलक्षयः ।।९।। दोषेति। क्वचिद्दोषावरणयोनिःशेषा हानिरस्ति, अतिशायनात् = तारतम्यात्, यथा स्वहेतुभ्यः = मलक्षयहेतुभ्यः स्वर्णादेर्वहिरन्तश्च मलक्षयः । यद्यप्यत्र ‘दोषावरणे निःशेषहानिप्रतियोगिनी, तारतम्यवद्धाન શકાય એમ તમે કહ્યું, તો દોષäસમાં શું પ્રમાણ છે કે જેથી એ ઈશ્વરાત્મામાં માની શકાય?” આવી શંકાનું સમાધાન કરવા, શ્રીસમન્તભદ્ર કહેલા અનુમાનનો અનુવાદ કરતા ગ્રન્થકાર કહે છે–] થ્રિીસમન્તભદ્રાચાર્યોક્ત અનુમાન. શ્રી સમતભદ્રાચાર્યે નીચેનું અનુમાન આપ્યું છે – કો'ક આત્મામાં દોષ અને આવરણની નિઃશેષ હાનિ થાય છે, કેમકે તેનું તારતમ્ય જોવા મળે છે. જે જે દોષ અને આવરણની હાનિ ઓછીવત્તી જોવા મળતી હોય તેની તેની ક્યાંક સર્વથા હાનિ પણ થાય છે, જેમકે સ્વહેતુથી થતો સુવર્ણના બાહ્ય અને આંતરિક મલનો ક્ષય (અહીં આવરણ અને દોષ એ બેની વાત પ્રસ્તુત હોવાથી એ બેને તુલ્ય એવા સુવર્ણના બાહ્ય-આત્યંતર મલની વાત કરી છે.) મલનો નાશ કરનાર હેતુઓથી સુવર્ણમલનો જેમ સર્વથા નાશ થાય છે તેમ પ્રસ્તુતમાં દોષ અને આવરણના નાશ અંગે જાણવું. આત્મામાં સ્વભાવ જેવા બની ગયેલા રાગ-દ્વેષ વગેરે દોષો છે, અને એના કારણે આત્મા પર ચોંટેલા જ્ઞાનાવરણ વગેરે કર્મ એ આવરણ છે. જ્ઞાન-દર્શન-ચારિત્ર રૂપ તેના ક્ષયહેતુઓથી એનો સર્વથા ક્ષય થાય છે એ આ અનુમાનથી સિદ્ધ થાય છે. “ય...' થી અનુમાનમાં અસંગતિનું ઉદ્દભાવન કર છે. [પછી તથા.. કહી એનું વારણ દેખાડશે.] નૈયાયિકોની માન્યતા એવી છે કે અનુમાન પ્રયોગ એવો કરવો કે જેમાં સાધ્ય અને સાધન સમાનાધિકરણ હોય. એટલે પ્રસ્તુત અનુમાનનો એવો પ્રયોગ કરવો હોય તો આ રીતે થાય - “દોષ અને આવરણ નિઃશેષહાનિના પ્રતિયોગી છે, કારણકે તરતમભાવયુક્ત હાનિના પ્રતિયોગી છે. આ અનુમાનના પક્ષની વિચારણા કરીએ તો જણાય છે કે એમાં બાધ અને અસિદ્ધિ દોષ આવે છે. તે આ રીતે - જે દોષ અને આવરણનો હજુ સર્વથા ક્ષય નથી થયો એને (એટલે કે અવીતરાગ ગત દોષઆવરણને) જો પ્રસ્તુતમાં પક્ષ બનાવવામાં આવ્યા હોય તો “એ સર્વથા હાનિના પ્રતિયોગી નથી' એવું નિર્મીત હોવાથી બાધદોષ સ્પષ્ટ છે. જેમ જ્ઞાન અને વિષય પરસ્પરસાપેક્ષ હોવાથી જ્યાં સુધી જ્ઞાન ન થાય ત્યાં સુધી પદાર્થ “વિષય' બનતો નથી, એમ ધ્વંસ અને પ્રતિયોગી સાપેક્ષ પદાર્થ હોવાથી, જ્યાં સુધી સર્વથા ધ્વંસ થયો નથી ત્યાં સુધી દોષ-આવરણ પ્રતિયોગી ન બને, ને એટલે બાધદોષ આવે. અભિપ્રેત વીતરાગના સર્વથા નાશ પામી ગયેલા દોષ-આવરણને જો પક્ષ તરીકે લેવાના હોય તો એ તો નષ્ટ થઇ ગયા હોવાથી જ અનુમાનકાળે અસિદ્ધ છે. માટે પક્ષાસિદ્ધિ દોષ આવે. અથવા એ સર્વથા નષ્ટ થઇ ગયા હોવાથી એની હાનિ તારતમ્ય વાળી ન રહેવાના કારણે એ દોષ-આવરણમાં તારતમ્યવહાનિપ્રતિયોગિત રૂપ હેતુ ન રહ્યો હોવાથી સ્વરૂપાસિદ્ધિ દોષ (હત્વાભાસ) આવે. આ દોષોનું વારણ “ક્વચિત્'પદ લગાવવાથી પણ નથી થઇ શકતું. એટલે કે “કો'ક આત્મામાં રહેલા દોષ અને આવરણને પક્ષ તરીકે લેવામાં આવે તો પણ એ દોષ દૂર થતા નથી. [એમાં પણ પૂર્વોક્ત દલીલ જ જાણવી. એટલે કે જો ક્વચિત તરીકે અવીતરાગ જીવ લેવાનો હોય તો બાધ દોષ અને વીતરાગ જીવ લેવાનો હોય તો અસિદ્ધિ દોષ.] વળી આ આપત્તિ પણ જે દોષ-આવરણ વ્યક્તિ નિઃશેષહાનિના પ્રતિયોગી હોય તે દોષ આવરણવ્યક્તિને સાધ્યના આશ્રયરૂપે અન્ય દોષ-આવરણવ્યક્તિઓથી જુદી કરીને પછી એ વ્યક્તિ અંગે આપીએ છીએ એવું નથી. માટે દિગ્ગાગના મતમાં પ્રવેશ થઇ જવાનો પણ પ્રશ્ન નથી. એટલે બાધ
SR No.022084
Book TitleDwatrinshad Dwatrinshika Part 01
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivyadarshan Trust
Publication Year1995
Total Pages252
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy