SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ ९४ द्वात्रिंशद्वात्रिंशिका फलापत्तेर्विशेषरूपेण महत्त्वप्रकारकत्वनिवेशस्यावश्यकत्वात् । अत एवासाधावाप्यालयविहारादिमत्त्वेन साधुत्ववुद्धावपि विशेषादर्शनदशायां न फलाभाव इति तत्र तत्र व्युत्पादितम् । अव्यक्तसमाधिफलविशेषे तु પિછાણી લે છે એવી આ બાહ્ય સંપત્તિથી જ મહત્ત્વ માનવું યોગ્ય છે. સમાધાન -- આવી શંકા યોગ્ય નથી, મહત્ત્વબુદ્ધિ એટલે મહત્ત્વપકારક બુદ્ધિ. એટલે કે જેમાં મહત્ત્વ એ પ્રકાર હોય, અને કોઇ વ્યક્તિ વિશેષ હોય એવી વિશિષ્ટ બુદ્ધિ, જેમકે “કાં મહા “આ મહાગુ (મહત્ત્વવાનું) છે' એવી બુદ્ધિ. દા. ત. “નર્તવાન ઘટા'માં જળ પ્રકાર છે અને ઘડો વિશેષ્ય છે. આ બુદ્ધિ “ઘર વિષય' છે “જળપ્રકારક' છે. આને “જળબુદ્ધિ' પણ કહેવાય છે. આમાં જળ જે પ્રકાર બન્યું છે તે પોતાનામાં રહેલ જળસ્વધર્મને આગળ કરીને બન્યું છે. આ બુદ્ધિ થવા પર તૃષાશમાનાર્થીની પ્રવૃત્તિ' થવા રૂપ કાર્ય થાય છે. એટલે એમ કહેવાય કે જળબુદ્ધિ ઉક્ત પ્રવૃત્તિજનિકા છે. હવે, જો એમ કહેવામાં આવે કે (અમુક ચોક્કસ ઘટ) ઘટવિશેષવિષયક જળબુદ્ધિ ઉક્ત પ્રવૃત્તિજનિકા છે. તો એનો અર્થ એ થાય કે એ થનારી બુદ્ધિમાં ઘટવિશેષ (= એ ચોક્કસ ઘડો) વિશેષ્ય હોવી આવશ્યક છે. પછી ‘જળ' ભલેને ગમે તે ધર્મને આગળ કરીને પ્રકાર બન્યું હોય. એટલે કે એવા ઘટવિશેષને વિશેષ્ય તરીકે રાખીને ‘દ્રવ્યવાન વટ' એવી જે બુદ્ધિ થાય કે જેમાં ‘દ્રવ્ય તરીકે પણ “જળ' જ રહેલું હોઇ “જળ'પ્રકાર છે, પણ સ્વનિષ્ઠ દ્રવ્યત્વ ધર્મને આગળ કરીને, તે પણ ઉક્ત પ્રવૃત્તિજનિકા બનવી જોઇએ, કારણકે એ પણ ઘટવિશેષવિષયક જળબુદ્ધિ છે. પણ એ બનતી નથી. પાણી ભરેલા ઘટવિશેષને ઉદ્દેશીને કોઇ એમ બોલે કે “દ્રવ્યવાનું ઘટઃ” તો તૃષાશમાનાર્થી શ્રોતા કાંઇ ઉક્તપ્રવૃત્તિ કરતો નથી. ઉક્તપ્રવૃત્તિ માટે તો ‘જલવાનું ઘટઃ' એ રીતે જ જળબુદ્ધિ થવી જોઇએ. એટલે કે એમાં “જળ' નો અમુક ચોક્કસરૂપે જ (જળસ્વરૂપે જો ઉલ્લેખ થયો હોવો જોઇએ. પિછી ‘ઘટ” નો તો અન્ય ધર્મરૂપે ઉલ્લેખ થયો હોય તો પણ ચાલે. જેમકે “જલવાનું અય” અથવા “જલવદ્ દ્રવ્યમ્' ઇત્યાદિ બુદ્ધિથી પણ ઉક્તપ્રવૃત્તિ થાય છે.] આ જ રીતે, પ્રસ્તુતમાં, “મહત્ત્વવાનું અય' આવી બુદ્ધિ ધર્મજનિકા જે બને છે તેને જો માત્ર આ રીતે જ વિશેષિત કરવામાં આવે કે એ વ્યક્તિવિશેષવિષયક (જિનવિષયક) હોવી જોઇએ. એટલે કે એમાં “અય' તરીકે જિન હોવા જોઇએ તો એ ધર્મજનિકા બને. તો અર્થ એ થયો કે એમાં ‘મહત્ત્વ' જે પ્રકાર છે એ ક્યા રૂપે (= સ્વનિષ્ઠ ક્યા ધર્મને આગળ કરીને) પ્રકાર છે એની અહીં કોઇ વિવક્ષા નથી. અને તો પછી જિનને વિશે જ પ્રમેયવાન માં” આવી જે બુદ્ધિ થાય કે જેમાં પ્રમેય તરીકે પણ “મહત્ત્વ' જ પ્રકાર છે, (પણ સ્વનિષ્ઠ પ્રમેયત્વધર્મરૂપે એ પ્રકાર છે) એ પણ ધર્મજનિકા બનવી જોઇએ, કેમકે એ પણ વ્યક્તિવિશેષવિષયક મહત્ત્વબુદ્ધિ જ છે. પણ એ કાંઇ ધર્મજનિકા બનતી નથી. તેથી જણાય છે કે “મહત્ત્વ'ની બુદ્ધિ પ્રમેયત્વ વગેરે ગમે તે ધર્મને લઇને થઇ હોય તો ન ચાલે, પણ અમુક વિશેષ ધર્મને લઇને જ થઇ હોવી જોઇએ, તો જ એ બુદ્ધિ ધર્મજનિકા બને. આમ, ધર્મજનિકા બુદ્ધિ માટે અમુક ચોક્કસ વિશેષ્ય જ જોઇએ એવું આવશ્યક નથી. જ્યારે પ્રકાર માટે અમુક ચોક્કસરૂપે જ પ્રકાર જોઇએ એવી જે વાસ્તવિકતા છે તેના કારણે જ અસાધુ અંગે પણ આલયવિહારાદિમત્તેન જે સાધુતાની બુદ્ધિ થાય છે તેના વિશેષનું દર્શન ન હોય એવી અવસ્થામાં પુણ્યબંધ વગેરે રૂ૫ ફળનો અભાવ રહેતો નથી એ વાતને તે તે ગ્રન્થોમાં (આવશ્યકનિયુક્તિ - અધ્યાત્મમતપરીક્ષા વગેરે ગ્રન્થોમાં) યુક્તિ પુરસ્સર પ્રતિપાદિત કરી છે. આશય એ છે કે સામે રહેલા સાધુ સુવિદિત છે કે નહીં એ જાણવા માટે આવશ્યકનિયુક્તિ (૧૧૪૮) માં આ પ્રમાણે કહ્યું છે – “ગાના વિદ્યારે કાપવંવમળ વાસવો સુવિદિયો - માસવેગ યાા અર્થ આલય (ઉપાશ્રય),વિહાર, સ્થાન (=કાયોત્સર્ગાદિ),ચંક્રમણ (ઇર્યાસમિતિ પૂર્વક
SR No.022084
Book TitleDwatrinshad Dwatrinshika Part 01
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivyadarshan Trust
Publication Year1995
Total Pages252
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy