SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ ९२ द्वात्रिंशदद्वात्रिंशिका ટૂંકમાં “જ્ઞાનક્રિયાભ્યાં મોક્ષઃ' એ સૂત્રાનુસારે જ્ઞાન અને ક્રિયા એ મોક્ષમાર્ગ છે. એમાંથી જ્ઞાનાત્મક અંશના ઉપાય સ્વરૂપ માર્ગ (પ્રમાણાત્મક કારણમાં જ્ઞાનાત્મકકાર્યનો ઉપચાર કરીને) જિનવચન ને સંવિગ્નગીતાર્થ આચરણ એમ દ્વિવિધ કહેવાયો છે. ને જ્ઞાન-ક્રિયાસમુદાય સ્વરૂપસ્વયં (અનુપચરિત)માર્ગ સાધુ,શ્રાવક ને સંવિગ્નપાક્ષિક એમ ત્રિવિધ કહેવાયો છે. એ જાણવું. વળી બીજો એક પ્રશ્ન એ ઊભો થાય છે કે પ્રથમ સાધુમાર્ગ, બીજો શ્રાવકમાર્ગ ને ત્રીજો સંવિગ્નપાક્ષિકમાર્ગ.. એમ નંબર પૂર્વક ત્રણ માર્ગ કહ્યા છે. તો શું સંવિગ્ન પાક્ષિક એ શ્રાવક કરતાં નિમ્ન માર્ગ આ પ્રશ્નનો જવાબ 'હા'માં છે – શ્રાવકપણું ઊંચું છે ને સંવિગ્નપાક્ષિકપણું નિમ્ન. આમાં પ્રથમ કારણ તો એ જ કે એને ત્રીજાનંબરનો માર્ગ કહ્યો છે. જ્યારે શ્રાવકપણાંને બીજા નંબરનો. તથા, શ્રી ઉપદેશમાળામાં (૫૦૧ માં) કહ્યું છે કે જો ઉત્તરગુણ સહિત મૂળગુણોને ધારણ કરી શકતો ન હોય તો શ્રેયસ્કર એ છે કે પોતાની જન્મભૂમિ, દીક્ષાભૂમિ અને વિહારભૂમિ એ) ત્રણ ભૂમિ સિવાયના પ્રદેશમાં રહી) સુશ્રાવકપણું પાળવું. તથા એની ૫૨૨ મી ગાથામાં કહ્યું છે કે “અત્યંત નિર્ગુણી, ગીતાર્થોએ વારંવાર સમજાવવા છતાં વેશના ગાઢ અનુરાગના કારણે વેશ ન છોડે તો તેને કંઇક કોમળ ભાવવાળો હોય તો) (એને સમજાવાય છે) તું સંવિગ્નપાક્ષિકપણું પાળ જેથી (ચારિત્રધર્મનું બીજાધાન રહેવાથી ભવાંતરે) મોક્ષમાર્ગ પામી શકીશ. આમાં પણ પ્રથમ વિકલ્પ તો વેશ છોડાવવાનો જ બતાવ્યો છે જે સંવિગ્નપાલિકપણાને નિમ્ન જણાવે છે. તથા, એના શ્લોક નં. ૫૦૨-૫૭૩ માં જણાવ્યું છે કે – “પ્રભુપ્રતિમા, સુસાધુની પૂજામાં ઉદ્યમશીલ ને (દેશવિરતિના અણુવ્રતાદિ) આચાર પાલનમાં દઢ સુશ્રાવક વધુ સારો છે (પણ) સાધુવેશ ધારી રાખનાર સંયમભ્રષ્ટ જીવ નહીં.” “સર્વ (પાપ પ્રવૃત્તિઓની) પ્રતિજ્ઞા કરીને જે સર્વવિરતિ જાળવતો નથી એ સર્વવિરતિવાદી સર્વવિરતિ અને દેશવિરતિ બન્નેથી ચૂકે છે.” વળી, ૫૧૩મા શ્લોકમાં કહ્યું છે કે – સુસાધુ (સર્વ કર્મ મળ ધોવા દ્વારા) શુદ્ધ થાય છે, સમ્યક્તાદિ ગુણોથી યુક્ત સુશ્રાવક પણ શુદ્ધ થાય છે. ચરણ-કરણમાં શિથિલ પણ જો સંવિગ્નપક્ષ રુચિવાળો હોય તો તે પણ નિર્મળ થાય છે. (મુનિને સાક્ષાત્ શુદ્ધિ ને અન્ય બેને પરંપરાએ જાણવી.) આમાં પણ શ્રાવકને પહેલાં ને સંવિગ્નપાક્ષિકને પછી જણાવ્યો છે. વળી આરાધક-વિરાધક ચતુર્ભગીમાં, શ્રાવકને ઉપચારથી સર્વઆરાધક કહ્યો છે જ્યારે સંવિગ્નપાક્ષિકને દેશવિરાધક કહ્યો છે. આ બધી બાબતો સૂચવે છે કે શ્રાવકપણું ઊંચું છે ને સંવિઝપાક્ષિકપણું નિમ્ન છે. જો કે આ વાત મૂળગુણમાં (વિશેષતઃ ચોથા વ્રતમાં) ગરબડ હોવાની અપેક્ષાએ જાણવી ઉચિત લાગે છે. उत्सर्गे वाऽपवादे वा व्यवहारेऽथ निश्चये । જ્ઞાને વર્ણન વાડ ચેન્ન તથા જ્ઞાનાર્ધતા|| અિધ્યાત્મસાર: ૯-૩૫] જો કોઇ વિરક્ત જણાતો મુનિ ઉત્સર્ગ કે અપવાદના વિષયમાં, વ્યવહાર કે નિશ્ચયના વિષયમાં, જ્ઞાન કે ક્રિયના વિષયમાં– ક્યાંય પણ એકાન્ત આગ્રહ સેવે, તો તે મુનિનો વૈરાગ્ય જ્ઞાનગતિ ન હોઇ શકે.
SR No.022084
Book TitleDwatrinshad Dwatrinshika Part 01
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivyadarshan Trust
Publication Year1995
Total Pages252
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy