SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ દ્વિતીચમસ્તાવ:. - ok - ) વે તે મગધદેશમાં રાજાની આજ્ઞાથી સમસ્ત લોકેને આઆનંદ આપનાર અને જગપ્રસિદ્ધ એ કેમુદી મહોત્સવ જો કે તે હતે. સિંહસ્થ વર્ષની જેમ તે બાર વર્ષને અંતે એક થાય, કારણ કે લેકમાં જે એક પ્રકારને દેશરિવાજ “ હું પડી ગયેલ હોય છે, તેનું અતિક્રમણ કરવું દુષ્કર છે. ઇંદ્રને સંતોષ આપનાર એ તે મહોત્સવ પણ કાત્તિક માસમાં પ્રાણીઓની શાંતિને માટે ચાતુર્માસિકના દિવસે કરવામાં આવતું હિતે. તે મહત્સવમાં સમસ્ત સ્ત્રીઓ કસુંબી રંગના બે વસ્ત્રો ધારણ કરે છે, અનેક ભેગની સામગ્રીવિશેષથી શોભા અને પિતાના સોભાગ્યને ઉત્કર્ષ કરે છે, ઉદાર એવા શૃંગારરસમાં ચાલાક અને પિતાના સ્વામીને અતિવલ્લભ એવી તેઓ વનમાં જઈને કુળદેવતાઓની પૂજા કરે છે, પોતાની સખીઓ સાથે ગીત ગાય છે, વિચિત્ર પ્રકારની ક્રિીડા કરે છે, હર્ષપૂર્વક સુંદર નૃત્ય કરે છે અને મેટા કેતુકથી તેઓ પરસ્પર અપરિમિત દાન આપે છે. જે આ મહત્સવ દેશમાં ન થાય, તે લેકમાં તરત મેટે ઉપદ્રવ પેદા થાય છે. કારણ કે પૂની પૂજાને વ્યતિક્રમમાં પ્રાણીઓના મંગલનો નાશ કરે છે. હવે વખત આવતાં એક દિવસે રાજાએ સર્વત્ર નગરની અંદર કૌમુદી મહોત્સવને માટે આ પ્રમાણે પટહની ઉષણ કરાવી: હે નાગરિક જને! તમે અમેદ અને ઉત્સાહ લાવીને મહત્સવપૂર્વક કૌમુદીપર્વ કરે. આ વખતે નગરની તમામ મહિલાઓ શરીરને શોભાવીને અને દેવાંગનાઓ પણ શરમાઈ જાય એવા સુશોભિત
SR No.022081
Book TitleSamyaktva Kaumudi
Original Sutra AuthorN/A
AuthorJinharsh Gani
PublisherJain Atmanand Sabha
Publication Year1917
Total Pages246
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy