SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર. - ૧૧૩ રમતાં તે કારને ધારણ કરવાથી તે વિપ્રથમ આશયવાળી એવી સેમા અનુક્રમે વન અવસ્થા પામી. શ્રી સુત્રતા નામની મહાસતી (સાધ્વી) ની સેવાથી તે સર્વજ્ઞના ધર્મને સમ્યગ્રીતે જાણનારી તથા સમ્યગૃષ્ટિ માં એક દષ્ટાંત રૂપ થઈ, તેથી તેનું મન સદા ધર્મમાંજ રમતું વિષયમાં કદી રમતું નહિ. વિવેકી એ રાજહંસ શું મલિન જળનું સેવન કરે ? હવે તેજ નગરમાં અદત્તાદાનમાં કુશળ અને જુગાર વિગેરે વ્યસનને એક ભંડાર એ રૂદ્રદત્તનામને બ્રાહ્મણ હતો. નિરંતર ઘતકીડામાં આસક્ત અને મિથ્યાત્વથી મલિન મનવાળો એ તે દેવ, ગુરૂ, ધર્મ, મિત્ર કે બાંધવને માનતું ન હતું. એકદા ધ્રુતશાળામાં રમતાં તે દુષ્ટબુદ્ધિએ જિનપૂજાને માટે જતી સમાને જોઈ. મહા ઉ. જવલ રૂપ અને અલંકારને ધારણ કરવાવાળી તથા પવિત્ર લાવણ્યરૂપ સુધાની સરિતા સમાન એવી તેને જોઈને તે વિપ્રાધમ વિચારવા લાગ્યો કે – “અહો! જાણે વિધાતાની સર્વસ્વ બનાવટજ હેય એવી આ લલના જેની સ્ત્રી હોય, તેની ગ્રહસ્થિતિ લાધ્ય છે.” પછી કપટના મંદિર એવા તેણે ધૂતકારેને પૂછ્યું કે –“આ કેની પુત્રી અને કેની દયિતા છે? તે કહે” એટલે તેઓ બોલ્યા કે –“વિપ્રશિરોમણિ એવા સોમદત્ત બ્રાહ્મણની તે પુત્રી છે અને પરમ ત્રાદ્ધિવાળા એવા ગુણપાલ શ્રેષ્ઠીએ તેને ઉછેરીને મેટી કરી છે. પરલોક જતી વખતે એના પિતાએ તે શ્રેષ્ઠીને કહ્યું છે કે –“આ મારી પુત્રી કેઈ સમ્યકત્વશાળી બ્રાહ્મણને આપવી.” માટે તે શેઠ સમ્યગ્દષ્ટિ અને રત્નગયથી પવિત્ર એવા કેઈ એને માટે દ્વિજત્તમ વરની તપાસ કરે છે. પરંતુ તેવા વરના અભાવથી ગુણપાલશેઠના અખિલ સંપત્તિવાળા સદનમાં હાલ તે અવિવાહિતપણે વૃદ્ધિ પામે છે.” આ સાંભળતાં રૂદ્રદત્તે વિસ્મયપૂર્વક તાલ દઈને તેમને કહ્યું કે મારે કપટ કરીને પણ એ સ્ત્રી પરણવી” એટલે બીજા ધૂતકારે ડેળા કાઢીને બોલ્યા કે –“હે દુરાશય! શું એના સ્વરૂપને પણ તું જાણતો નથી? પિતાના કુલાચારથી પવિત્ર થયેલા એવા શ્રોત્રિય અને યાજ્ઞિકેએ પોતાના પુત્રને પરણું૧૫
SR No.022081
Book TitleSamyaktva Kaumudi
Original Sutra AuthorN/A
AuthorJinharsh Gani
PublisherJain Atmanand Sabha
Publication Year1917
Total Pages246
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy