________________
૧૦૪
સમ્યકત્વ કૌમુદી–વૃષભ શેઠનું વૃત્તાંત,
ભાષા અને મન એ છ પર્યાપ્તિ છે. તેમાં એકેન્દ્રિય જીવાને પ્રથમની ચાર, વિગલેંદ્રિય જીવાને પાંચ અને પચેન્દ્રિય જીવાને છ પર્યાપ્ત હાય છે. મિથ્યાદષ્ટિઓના જાણવામાં નહિ આવેલ તથા જિન ભગવંતે કહેલ એવા જીવના આ ગૈાદ સ્થાન યત્નપૂર્વક જાણવા લાયક છે. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પુદ્દગલાસ્તિકાય, કાળ અને જીવાસ્તિકાય એ છ દ્રવ્યો કહેલાં છે. તેમાં એક કાલ વિના પાંચે પ્રદેશના સમૂહુરૂપ છે. અને જીવ વિના પાંચે અચેતન અને અકર્તા કહેલા છે. તેમાં કાલ વિના પાંચે અસ્તિકાય ( પ્રદે શના સમૂહપ) છે અને પુદ્ગલ વિના પાંચે અમૂત્ત (અરૂપી ) છે. વળી એ બધા ઉત્પત્તિ, સ્થિતિ અને વ્યય ( નાશ ) રૂપ કહ્યા છે. પુદ્દગલના વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ એ ચાર ભેદ છે. અને તે સ્ક ંધ અને પરમાણુ એમ એ પ્રકારે છે. તેમાં સ્ક ંધથી ભિન્ન અશને પરમાણુ કહેવામાં આવે છે અને યુદ્ધ (સમૂહાત્મક ) તે સ્મુધ કહેવાય છે. તે ધેા સૂક્ષ્મ અને બાદર એમ એ આકારવાળા હોય છે, શબ્દ, ગંધ, અંધકાર, છાયા અને ઉદ્યાત એ ભેદો પણ સ્કંધાનાજ છે. તેમજ ધર્મ સાધનભૂત ઔદ્યારિકાઢિ પાંચ શરીર, મન, ભાષા પ્રયત્ન અને શ્વાસેાશ્વાસ એ આઠ વણાના તે હેતુ છે તથા સુખ, દુ:ખ, જીવિત, મરણના ઉપગ્રહ ( અનુગ્રહ ) ને આપવાવાળા છે. શ્રી જિનાગમમાં ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય એ ત્રણ એક દ્રવ્ય કહેલા છે. તેમાં ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય એ એ દ્રવ્ય લેાકાકાશને વ્યાપીને રહેલા છે જળચરને જળની જેમ સ્વયમેવ ગતિ કરવાને પ્રવૃત્ત થયેલા એવા જીવ અને અજીવ ( પુદ્ગલને ) ધર્માસ્તિકાય સહાયકારી થાય છે. મુસાફાને છાયાની જેમ સ્વયં સ્થિતિને પ્રાપ્ત થતા જીવ અને પુદ્દગલને અધમસ્તિકાય સહકારી થાય છે. અવકાશ આપનાર, સ્વસ્થિત ( પેાતામાં રહેલ ) અને સવ્પાપક તે આકાશ કહેવાય છે. તે લેાકાલેાકને વ્યાપીને રહેલ છે તથા અનંત પ્રદેશવાળું છે. પદાર્થોનું પરિવર્ત્તન કરવા માટે જે કાલના પરમાણુએ