SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ આમ જોતાં જોતાં જ જીવન પુરૂં કરે છે. આ જગતના પ્રાંગણમાં ત્રણ પદાર્થ તરફ પ્રાણીને વધુ આકર્ષણ રહયું છે તે તરફ અહિં અંગુલિનિર્દેશ થયો છે. ૧ કંચન (ધન) ૨ કામિની (સ્ત્રી) ૩ કામના (વિષય લોલુપતા) જ્ઞાનની નજરથી એનું મૂલ્યાંકન કરતાં લાગે છે કે અર્થ (ધન) જ બધાં પાપો – અનિષ્ટોનું મૂળ છે. પાપનો બાપ પણ એજ લોભ છે. આદિ શંકરાચાર્ય કહે છે કે – સમર્થનર્થ માવા નિત્યં. અર્થધનને તું અનર્થનું કારણ સમજ. તે પછી સ્ત્રી સંબંધી વાતોને - સ્ત્રી કથાને મૃતક સાથે સરખાવીને તેને નિષ્ણાણ ગણી છે. શંકરાચાર્યજી કહે છે. તાજુ તેMપિ નાસ: સા માઁ નરકૃતિઃ જે માનવ કંચન અને કામિનીમાં આસકત નથી તે મનુષ્યની આકૃતિમાં પણ સાક્ષાત્ શંકર છે આજ ભાવને વ્યકત કરતાં શ્રીમદ્ રાજચંદ્રજી કહે છે : નીરખીને નવયૌવના, લેશ ન વિષય નિદાન, ગણે કાષ્ટની પૂતળી, તે ભગવાન સમાન. મનુષ્યને આપેલું આ બિરૂદ ખરેખર ખુબજ વિશિષ્ટ છે ત્રીજો નંબર કામનાનો છે. કામનામાં મુખ્યત્વે વિષયેચ્છા હોય છે. વિષ અને વિષ્ય વચ્ચે માત્ર એક જ અક્ષરનો ફેર છે. વિષ કરતાં વિષય વિશેષ હાનિકારક છે. કારણ ઝેર પીવાથી મૃત્યુ એકવાર થાય છે જ્યારે વિષયો અનેકવાર મારે છે. જ્ઞાની પુરૂષોનું આ વિશ્લેષણ આત્મહિત માટે ખુબજ ઉપયોગી છે. ૪૬
SR No.022080
Book TitleHriday Pradip Shat Trinshika
Original Sutra AuthorN/A
AuthorMrigendravijay, Nileshwari Kothari
PublisherJain Yog Foundation
Publication Year2000
Total Pages124
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy