SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ (9) EXPLANATION : Equanimity heals all worldly wounds. This equanimity is attained by a being who (1) has firm conviction about the impermanence of the entire universe, (2) has the blessing of a true guru and (3) has, by the virtue of such blessing, strong faith in Truth. Beings who lack such conviction and faith, undergo constant suffering, whether they live in isolation or in social association. શ્લોકાર્થ : (સંસારના સર્વ પદાર્થોની) અનિત્યતાની જેને ખાતરી છે અને સરના અનુગ્રહથી જેને તત્વનિષ્ઠા પ્રાપ્ત થઈ છે તે આત્મા જગતમાં કે જંગલમાં બધેજ સુખી છે. અથવા જો તેને અનિત્યતાની પ્રતીતી નથી અને તત્વની શ્રદ્ધા નથી તો તે સર્વત્ર દુઃખી જ છે. (૯) ભાવાનુવાદ: સુખ અને દુઃખના આવર્તમાં આ જીવ હમેંશા અથડાય છે. ઈષ્ટવસ્તુનો વિયોગ અને અનિષ્ટ વસ્તુના સંયોગનું ઘટનાચક સતત ચાલ્યા કરે છે. સંસારની ક્ષણભંગુરતા પ્રતિક્ષણ અનુભવાય છે. જો એકવાર આ સત્યની ખાતરી થઈ જાય અને સદ્ગુરૂ કૃપાથી આ શ્રદ્ધા સુદ્દઢ થઇ જાય તો સુખ આપણા હાથવેંતમાં છે. સુખ બહુ દૂર નથી. તે સમીપમાં જ છે સ્વાધીન અને સ્વાયત્ત પણ છે. કોઈ પણ સ્થિતિમાં ગમે ત્યારે નગરમાં કે જંગલમાં તમે આ સુખને માણી શકો છો, બસ, આટલું સમજી લો કે - “આ પણ કાયમ રહેવાનું નથી.” આ સૂત્ર તમારી દિલની દિવાલ ઉપર કોતરી દો. અન્યથા દુખ તમારો પીછો છોડશે નહિં. (૪૧) ૪૧
SR No.022080
Book TitleHriday Pradip Shat Trinshika
Original Sutra AuthorN/A
AuthorMrigendravijay, Nileshwari Kothari
PublisherJain Yog Foundation
Publication Year2000
Total Pages124
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy