SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ (3) EXPLANATION : This verse spells out the three most important preconditions for 'Self-realisation' : (1) True Detachment (2) True Guide and (3) Iron-Resolve. 'Self-realisation' is impossible without total mental detachment from all other substances' except one's self-substance. The guidance of one who is himself a knower of the 'Real Truth' and is thus a 'True Guru', is also essential. Firm determination based on 'True experience' of the 'Self', prevents one's deviation from the right path. શ્લોકાર્થ: જેના ચિત્તમાં સાચો વૈરાગ્ય હોય, જેના ગુરૂ સમ્યક્ તત્વવેત્તા હોય અને નિરંતર અનુભવવડે જેણે દૃઢ નિશ્ચય કર્યો હોય એવા આત્માનેજ સિધ્ધિ પ્રાપ્ત થાય છે, બીજાને નહીં. (૩) ભાવાનુવાદ: અત્રે ઉપદિષ્ટ ભાવનાજ્ઞાન - અનુભવજ્ઞાન જ સાધકને સિધ્ધિ આપવા સમર્થ છે. તેની સાથે બીજી બે શરતો મૂકી છે. ૧. મુમુક્ષુમાં સાચી વિરક્તિ એટલે કે વૈરાગ્ય જોઇએ. ૨. સદ્ગુરૂનું યોગ્ય માર્ગદર્શન. વિરક્તિ, પ્રણતિ અને અનુભૂતિનો ત્રિવેણીસંગમ જ્યાં થાય છે તે તીર્થ બની જાય છે. વૈરાગ્યનું વિશ્લેષણ કરતાં અધ્યાત્મસાર ગ્રંથમાં ત્રણ પ્રકાર બતાવ્યા છે:- ‘‘તત્ વૈરાયં મૃત ૩:વ-મોહ-જ્ઞાનાત્ત્વયાત્ ત્રિધા’ દુઃખગર્ભિત, મોહ (આસક્તિ) ગર્ભિત અને જ્ઞાનગર્ભિત. તેમાં દુઃખ અને મોહજન્ય વૈરાગ્ય ત્યાજય છે. માત્ર જ્ઞાનમૂલક વૈરાગ્ય જ ઉપાદેય છે. ધર્મના મર્મને જે સમજે છે તે જ સદ્ગુરુ છે. ગુરૂ હમેશા આગમ - સૂત્રોના જ્ઞાતા હોવા જોઇએ. ગુરૂ શિષ્યોનો પથપ્રદર્શક-ભોમિયો (Guide) છે. ૨૬
SR No.022080
Book TitleHriday Pradip Shat Trinshika
Original Sutra AuthorN/A
AuthorMrigendravijay, Nileshwari Kothari
PublisherJain Yog Foundation
Publication Year2000
Total Pages124
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy