SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ ભાવાનુવાદ: જ્ઞાની પુરૂષો કહેવાતાં એ અક્ષરજ્ઞાનને જ્ઞાન માનવા જ તૈયાર નથી કે જે જ્ઞાન અ-ક્ષરત્વ આપી ન શકે કે અક્ષયપદની પ્રાપ્તિ કરાવી ન શકે ! આચારાંગસૂત્રની ટીકામાં શ્રી શીલાંગ સૂરિજી કહે છે કે "तज्ञानमेव न भवति, यस्मिन्नुदिते विभाति रागगणः । तमसः कुतोस्ति शक्तिः, दिनकर किरणाऽग्रतः स्थातुम् ॥" કેટલું સચોટ આ ઉદાહરણ છે? સૂર્યોદય થયા પછી અંધકાર ટકી શકે ખરો? એવો પ્રશ્નગર્ભિત દાખલો આપીને સમજાવે છે. એ જ રીતે તે જ્ઞાનને જ્ઞાન જ ન કહેવાય જેની હાજરીમાં રાગ-દ્વેષ ટકી શકે ? કે અજ્ઞાનનું અંધકાર રહી શકે? વિદ્વાનો-સાક્ષરોની દુનિયામાં આ Open challange છે જાહેરમાં ખુલ્લો પડકાર છે. જેમણે માત્ર લોકોનું મનોરંજન જ કરવું છે અને એના આંચળા હેઠળ મોજ-મજા જ કરવી છે. તેવા લોકોને અહિં ખુલ્લાં પાડયા છે. ભોળી જનતા આવા કહેવાતા લોકોથી ભરમાય નહી કે ઠગાય નહી એ માટે તેમને સાવચેત કર્યા છે. જ્ઞાનાશિઃ સર્વ મમ્મસ તૈડકુંન?' “તે જ્ઞાનાન્ન મુ?િ'' સા વિઘા તતિર્થયા? ઢાં ના તો ” (દશવૈકાલિક) જેવાં અનેક અવતરણો પણ આજ વાતનું સમર્થન કરે છે. ગ્રંથકાર જાણે આ બધાંના દોહનરૂપે કહી રહ્યા હોય એવું સ્પષ્ટ જણાય છે. પરમપદની પ્રાપ્તિ કરાવનાર માત્ર એક જ શ્લોક પર્યાપ્ત છે. કરોડો ગ્રંથ ભણવાની જરૂર નથી. આ જ સંદર્ભમાં જ્ઞાનસાર” માં પણ કહ્યું છે કે - निर्वाणपदमप्येकं, भाव्यते यन्मुहुर्मुहुः । तदेवज्ञानमुत्कृष्टं, निर्बन्धो नास्ति भूयसा ॥ ૧૦૨)
SR No.022080
Book TitleHriday Pradip Shat Trinshika
Original Sutra AuthorN/A
AuthorMrigendravijay, Nileshwari Kothari
PublisherJain Yog Foundation
Publication Year2000
Total Pages124
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy