SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૬ ગાથા-પ૫ - પ્રમાદના પાંચ પ્રકાર બ્લોથપ્તતિઃ येषामुदयादतोऽप्रत्याख्यानाः, यदभाणि-"नाल्पमप्युत्सहेद्येषां, प्रत्याख्यानमिहोदयात् । अप्रत्याख्यानसञ्जातो, द्वितीयेषु निवेशिताः ॥१॥" ते चत्वारः क्रोधमानमायालोभाः । तथा प्रत्याख्यानं सर्वविरतिरूपमावृण्वन्तीति प्रत्याख्यानावरणाः, यन्न्यगादि-"सर्वसावधविरतिः, प्रत्याख्यानमिहोच्यते । तदावरणसंज्ञातस्तृतीयेषु निवेशिताः ॥१॥" ते च चत्वारः क्रोधमानमायालोभाः । तथा परीषहोपसर्गोपनिपाते सति – સંબોધોપનિષદ તથા જેમના ઉદયથી અલ્પ પણ પચ્ચખ્ખાણ હોતું નથી, તેઓ અપ્રત્યાખ્યાનીય કષાયો છે. જે કહ્યું પણ છે - અહીં જેમના ઉદયથી અલ્પ પણ પચ્ચખાણ ઉલ્લાસ પામતું નથી, તેથી તે બીજા પ્રકારના કષાયોનું નામ “અપ્રત્યાખ્યાનીય' છે. તેવો (કલ્પસુબોધિકા ટીકામાં ઉદ્ધત) તે પણ ચાર છે - ક્રોધ, માન, માયા અને લોભ. તથા જેઓ સર્વવિરતિરૂપ પચ્ચખ્ખાણને આવરે છે, તેઓ - પ્રત્યાખ્યાનાવરણીય છે. કારણ કે કહ્યું છે કે - અહીં સર્વસાવદ્યથી વિરતિ એ પચ્ચખ્ખાણ કહેવાય છે. માટે તૃતીય પ્રકારના કષાયો સર્વવિરતિના આવારક હોવાથી તેઓ “પ્રત્યાખ્યાનાવરણીય' કહેવાય છે. તેના પ્રથમ કર્મગ્રંથટીકામાં, દર્શનશુદ્ધિટીકામાં તથા વિશેષાવશ્યકવૃત્તિમાં ઉદ્દત) તેઓ પણ ચાર છે - ક્રોધ, માન, માયા અને લોભ.
SR No.022079
Book TitleSambodh Saptati Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnashekharsuri, Kalyanbodhisuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year2010
Total Pages260
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy