________________
૪૨ ગાથા-૭૪ - પૌષધનું ફળ બ્લોથપ્તતિઃ जओ-"सयलजणनयणकडुयं, नित्थामं दिट्ठिवायपब्भटुं । नियतणयं धूमं पिच्छिऊण छारं गओ जलणो ॥१॥" तहावि नवि मुयइ अम्हाण वसणं । हट्टघरा वि हाराविया, दिसो दिसं गओ परियणो । अम्हे पुण देउलेसु वसामो । परममुणि व्व कयाइ छट्ठाओ कयाइ अट्ठमाओ भुंजामो, तहवि वसणं
– સંબોધોપનિષદ્ તો પિતા વગેરે આ જ દુઃખથી સ્મૃતિશેષ થયાં = મરણ પામ્યાં. કારણ કે કહ્યું છે કે – બધા લોકોની આંખોને કડવો લાગતા, નિર્બળ, હજી તો દૃષ્ટિનો વિષય બને = દેખાય, અને એટલામાં તો પવનની લહેર માત્રથી શીર્ણ-વિશીર્ણ થઇ જાય, એમાં પોતાના પુત્ર ધૂમ = ધુમાડાને જોઈને અગ્નિ રાખ ભેગો થઈ ગયો.
આ ઉપમા દ્વારા એવું દર્શાવ્યું છે કે પુત્રમાં દોષો હોય, તો પિતાના હૃદયને અસહ્ય આઘાત લાગે છે. અને એવા આઘાતથી અમારા પિતા વગેરે મરણ પામ્યા. '
તો પણ અમારું વ્યસન છૂટતું નથી. દુકાન અને ઘર પણ હારી ગયાં. પરિવાર ચારે દિશામાં જતો રહ્યો. અમે દેવકુલ= દેવળમાં રહીએ છીએ. પરમ મુનિની જેમ ક્યારેક છઠથી, તો ક્યારેક અઠમથી ભોજન કરીએ છીએ = બે દિવસ કે ત્રણ દિવસ ભૂખ્યા રહીને ત્રીજા કે ચોથા દિવસે જમીએ છીએ. તો પણ વ્યસન છોડતા નથી.