________________
सम्बोधसप्ततिः
ગાથા-૭૪ - પૌષધનું ફળ
४४७
दोहि वि परिभाविय पारद्धा देसंतरगमणसामग्गी । गहियं भूरिभंडं | चलिया पसत्थवासरे उत्तराभिमुहं । अणवरयपयाणेहिं वच्चंता पत्ता पंचउराभिहाणं पट्टणं । आवासिया तत्थ नयरबाहिरियाए । मुक्का चरणत्थं गोजुवाणया । पुंजीकयाओ अवल्लाओ । पारद्धा रंधणसामग्गी । मज्जिउमारद्धा पुरिसदत्तकरेणुदत्ता । एत्थंतरे साससमाऊरिज्जमाणमुहकुहरा वारं वारं पच्छाहुत्तपउत्तभयसंभंततरलतार - लोयणा जराजिण्णसं- સંબોધોપનિષદ્
ધર્માર્થનું જ સેવન કરશું. આ ઉચિત છે,' એમ બંનેએ વિચાર કરીને બંનેએ બીજા દેશમાં જવા માટે સામગ્રી મેળવવાની શરૂઆત કરી. ઘણો માલ-સામાન લીધો. શુભદિવસે ઉત્તરદિશા તરફ પ્રસ્થાન કર્યું.
નિરંતર પ્રયાણોથી જતાં પંચપુર નામના નગરમાં પહોંચ્યાં. ત્યાં નગરની બહાર ઉતર્યા. બળદોને ચરવા માટે છુટ્ટા મુક્યા. લાકડાઓ ભેગા કર્યા. રાંધવાની સામગ્રી (સમગ્ર ક્રિયાની?) શરૂઆત કરી. પુરુષદત્ત અને કરેણુદત્ત સ્નાન કરવા લાગ્યાં.
એ સમયે બે શ્રાવકપુત્રો ત્યાં આવ્યા. તેમના મુખવિવરો શ્વાસથી ભરાયેલા હતા. તેઓ વારંવાર પાછળ જોઈ જોઈને ખૂબ ભયભીત થતા હતાં. ભયસંભ્રમથી તેમની આંખોની કીકીઓ ચંચળ બની હતી. તેમના કપડાં જુના, સંકીર્ણ