SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ सम्बोधसप्ततिः ગાથા-૩ - દેવ-ગુરુ સ્વરૂપ होज्जा ॥१॥" ततो ब्रह्मचर्यवानित्युक्तम् । एतद्व्रताराधकश्च नासत्यं ब्रूते, न चाऽदत्तं गृह्णीत इति द्वितीयतृतीयमहाव्रत आक्षेपगम्ये । दुःशीलश्चासत्यमेव भाषते, यतः - "नो कामीणं सच्च" इत्यादि । तथा अदत्तं तीर्थकराद्यवितीर्णमेव स સંબોધોપનિષદ્ ३१ અન્ય વ્રતોના અપવાદ સેવન સમયે પણ રાગ-દ્વેષનો પરિહાર સંભવિત છે. પણ ચતુર્થવ્રતનો ભંગ તો રાગ-દ્વેષ વિના શક્ય જ નથી. માટે આ વ્રત નિરપવાદ છે. માટે બ્રહ્મચર્યવાન્ એવું કહ્યું. જે બ્રહ્મચર્ય વ્રતની આરાધના કરે છે, તે અસત્ય નથી બોલતો, અને અદત્તગ્રહણ નથી કરતો, માટે બીજું-ત્રીજું મહાવ્રત આક્ષેપથી ગમ્ય છે. જે દુઃશીલ છે, તે અસત્ય જ બોલે છે. કારણ કે કહ્યું છે કે કામીનું સત્યવ્રત હોતું નથી. (શીલોપદેશમાલા ૨૪) પોતાના કામની પૂર્તિ / ગોપન માટે તેને અસત્ય બોલવું જ પડે છે. વળી કામી અદત્ત પણ લે છે. કારણ કે તીર્થંકર અને ગુરુ વડે નહીં અનુજ્ઞાત એવું મૈથુન તે સ્વીકારે છે. વળી તે દુઃશીલ પરસ્ત્રીગમનાદિ કરે ત્યારે તેના પતિની મંજૂરી ન હોવાથી સ્વામિઅદત્ત પણ સેવે છે. અને લાખ પૃથક્ત્વ ગર્ભજ પંચેન્દ્રિય જીવો, અસંખ્ય સમ્રૂશ્રિમ જીવો વગેરેની વિરાધના મૈથુનથી થાય છે. માટે કથંચિત્ જીવ અદત્તનું ગ્રહણ કરવાનો દોષ પણ લાગે છે. આ રીતે દુઃશીલ જીવ ત્રીજા વ્રતનો પણ ભંગ કરે છે. -
SR No.022078
Book TitleSambodh Saptati Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnashekharsuri, Kalyanbodhisuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year2010
Total Pages280
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy