SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ ९४ ગાથા-૧૨ - પાર્થસ્થાદિને વંદનનું પરિણામ સમ્બોધસપ્તતિ: क्तिन्प्रत्ययान्तस्य करणं कृतिः, अवनामादिकरणमित्यर्थः, क्रियतेऽसाविति वा कृतिः - मोक्षायाऽवनामादिचेष्टैव, सैव कर्म तस्या वा कर्म, अनेकार्थश्चायं क्वचित् कारकवाचकः, 'कर्तुरीप्सिततमं कर्म' इतिवचनात् क्वचिद् ज्ञानावरणीयादिवाचक: ‘कृत्स्नकर्मक्षयान्मोक्षः' इतिवचनात् क्वचित् क्रियावाचकः 'गन्धर्वा रञ्जिताः सर्वे सङ्ग्रामे भीमकर्मणा इतिवचनात्, इह क्रियावचनः परिगृह्यते, ततश्च कृतिकर्म इति । સંબોધોપનિષદ્ - ધાતુપાઠમાં આપેલા ‘કૃ' ધાતુમાં ‘ક્વિન્’ પ્રત્યય લગાડતા ‘કૃતિ’ શબ્દ બને છે. પ્રસ્તુતમાં કૃતિ = નીચે નમવું વગેરે ક્રિયા કરવી. અથવા તો જે કરાય છે, તે કૃતિ = મોક્ષ માટે નીચે નમવું વગેરે ચેષ્ટા. તે જ કર્મ = કૃતિ એજ કર્મ. અથવા તો તેનું કર્મ કૃતિનું કર્મ. આ ‘કર્મ' શબ્દ અનેક અર્થવાળો છે. ક્વચિત્ કારકવાચક છે. કારણ કે એવું વચન છે કે - જે કર્તાનું ઇષ્ટતમ હોય તે કર્મ છે. (પાણિની ૧-૪૪૯) ક્વચિત્ જ્ઞાનાવરણીયાદિ વાચક છે. કારણ કે એવું વચન છે કે – સર્વ કર્મોના ક્ષયથી મોક્ષ થાય છે. (તત્ત્વાર્થસૂત્રે ૧૦-૧) ક્વચિત્ ક્રિયાવાચક છે, કારણ કે એવું વચન પણ મળે છે - ભયંકર ક્રિયાવાળા તેણે સંગ્રામમાં સર્વ ગંધર્વોને રંજિત કર્યા. પ્રસ્તુતમાં કર્મ = ક્રિયા એવો અર્થ લેવાય છે. આ રીતે કૃતિકર્મ એવા મૂલસ્થ શબ્દની વ્યાખ્યા કરી. અહીં - =
SR No.022078
Book TitleSambodh Saptati Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnashekharsuri, Kalyanbodhisuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year2010
Total Pages280
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy