SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ Pococomocococomo * आचारः प्रथमो धर्मः Bఅలలు అడి વિ.સં. ૨૦૬૭... ફાગણ મહિનામાં અંધેરી - ઈર્લા મુકામે સામુદાયિક મિલન થયું. પ.પૂ. ગચ્છાધિપતિશ્રી આદિ સાત-સાત આચાર્ય ભગવંતો... લગભગ સવા સો જેટલા શ્રમણ ભગવંતો... સ્વાધ્યાય, ભક્તિ, વાચના, પરિષદ્ આદિથી તરબતર એ અવિસ્મરણીય ક્ષણોમાંથી પસાર થવાનું પરમ સૌભાગ્ય સાંપડ્યું. પરિષદોમાં થયેલી અનેક વિચારણાઓ અને નિર્ણયોમાંથી એક વાત આ હતી. વ્યવહારિક અભ્યાસમાં SSC સુધી બધાને એક જ અભ્યાસક્રમ હોય છે. ધોરણ ૧૧ થી (કે ક્યાંક ધોરણ ૧૨ પછી) જ વિદ્યાર્થી પોતાને મનપસંદ વિષય લઈ શકે છે. તેમ આપણે ત્યાં પણ જે શ્રમણ (૧) અધ્યાત્મ, (૨) વૈરાગ્ય અને (૩) આચારના ક્ષેત્રમાં ‘સોલિડ’ કક્ષાને પ્રાપ્ત કરી લે, તે જ શ્રમણ પોતાને ઈષ્ટ એવા જ્યોતિષ આદિ વિષયોમાં પોતાના ગુરુદેવની આજ્ઞાપૂર્વક આગળ વધી શકે. કેટલી માર્મિક વાત ! હજુ ચિંતન કરીએ તો એમ લાગે છે, કે આચારના સુરક્ષાકવચ વિના અધ્યાત્મ અને વૈરાગ્ય ટકી શકે, એવી શક્યતા લગભગ નથી. અરે, આચાર વિનાની અધ્યાત્મ-વૈરાગ્યની વાતો પણ પ્રાયઃ દંભમાત્ર બની જાય છે. માટે સૌ પ્રથમ આવશ્યકતા છે આચારમાં સુસ્થિત થવાની. - પ્રસ્તુત પ્રબંધનો પણ આ જ વિષય છે - સામાચારી. દર ચૌદશે અતિચારમાં દરેક સંયમી ભગવંતો બોલે છે - “ઈચ્છા-મિચ્છાદિક દેશવિધ ચક્રવાલ સામાચારી સાચવી નહીં.’ પણ આ દશ સામાચારીના નામ ક્યાં ? તેમનું સ્વરૂપ શું? ઈત્યાદિ જ્ઞાન બહુ થોડાને હોય છે. આનું નિરૂપણ કરનારા આગમાદિ ગ્રંથોનો અભ્યાસ કદાચ સંયમ ગ્રહણના વર્ષો પછી શક્ય બનતો હોય છે. તો કેટલાક મહાત્માઓ તથાવિધ ક્ષયોપશમનો અભાવ આદિ કારણોથી તેના અભ્યાસથી વંચિત જ રહે છે. આ પરિસ્થિતિમાં સંયમજીવનની પ્રાણસમી સામાચારી સર્વ મહાત્માઓને સુગમ-સુલભ થાય એ
SR No.022077
Book TitleAacharopnishad
Original Sutra AuthorN/A
AuthorKalyanbodhisuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year2012
Total Pages80
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy