SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ ६४ श्रामण्योपनिषद् બુદ્ધિની સ્થિરતા વધે, બ્રહ્મચર્ય સુખકાર; ધાર્યું સકલ સફળ બને, બ્રહ્મથી તેજ અપાર. ૮૧ ત્રિકરણ બ્રહ્મ ચરણ ચરે, સુરવર કરે પ્રણામ; આત્માની જ્યોતિ ભળી, બ્રહ્મ અતુલ અભિરામ. ૮૨ મારણ મદન આવેશનું, વારણ વિષય વિકાર; કારણ શાશ્વત શર્મનું, બ્રહ્મ પરમ આચાર. ૮૩ નવ નવ વાડો જેહની, રક્ષા કરે દિનરાત; બ્રહ્મ ચિંતામણી જીવને, ઈચ્છિત દે ભલીભાત. ૮૪ સર્વ ગુણો એક પક્ષમાં, એક પક્ષે બ્રહ્મ હોય; સર્વથી અધિક બ્રહ્મ છે, તસ સુરતરું સમજાય. ૮૫ બ્રહ્મચરણમાં છૂટ ના, છૂટથી બ્રહ્મ વિનાશ; નિરપવાદ એ સેવતાં, પુગે સઘળી આશ. ૮૬ જે આરાધે બ્રહ્મને, તે મુનિવર વ્યવહાર; અનુત્તરથી અધિક કહ્યું, વરસે તે જ પ્રકાર. ૮૭ તે મુનિવરને વંદીએ, જેનું બ્રહ્મ વિશુદ્ધ; જન્મ સફળ તસ જાણીએ, તે જ તપસ્વી બુદ્ધ. ૮૮ મુનિગણ ગણાતીત છે, પણ દશ ધર્મ ઉદાર; તેમાં મન જરી સ્થિર રહ્યું, તે મુનિ ગુણભંડાર. ૮૯ આત્મરમણતા મુનિ વરે, કર્મ કઠિન કરે અંત; સાધન દશવિધ ધર્મ છે, એમ ભાખે ભગવંત. ૯૦
SR No.022076
Book TitleShramanyopnishad
Original Sutra AuthorN/A
AuthorKalyanbodhisuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year2010
Total Pages144
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy