SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ વિડંબના છે-એ છે હોળીનો રાજા. ગુણ વિનાના સાધુની પણ આ જ સ્થિતિ છે. હા, દ્રવ્યમુંડનરૂપી દીક્ષા તો તેને પણ મળી ગઈ. અને તેને તેનાથી અમુક લાભ થશે પણ ખરા, જેમ કે કોકે કહ્યું છે સિર મુંડન કે તીન ગુન, મિટ જાય સિરકી ખાજા ખાને કો લહુ મિલે, ઔર લોક કહે મહારાજ || પણ એમાં ય એક વાત સમજવાની છે કે લોક્ત સન્માન અને સત્કાર દ્રવ્યમુંડન પ્રત્યે નથી, પણ ભાવમુંડન પ્રત્યે છે. લોકો એવી શ્રદ્ધાથી સન્માન અને સત્કાર કરે છે, કે આ આત્મા સુવિહિત સાધુ છે. આ વાત ખૂબ ગૂંગળાવે તેવી છે. શું આ વેષ ગૃહસ્થોના ઘરેથી ગોચરી ઉઘરાવવા અને પેટ ભરવા માટે જ શું આ વેષ આજીવિકા ચલાવવા માટે જ ? પ્રભુ વીરના વેષનો આ તે કેવો ભયંકર દ્રોહ ? - અહીં કદાચ કોઈ પૂછનાર ન હોય, અહીં કોઈ કાન પકડનાર ન હોય, તો ય એટલું તો સમજી જ લે કે મૃત્યુને કોઈનો ભય નથી. નરકને કોઈની ય શેહ-શરમ નથી. તો પછી તેઓ વેષમાત્રથી તને છોડી દેશે, એવા મિથ્યાભિમાનમાં રાચીશ મા. ભુવનભાનુકેવલીનો જીવ. પૂર્વભવમાં ચીપૂર્વી હતો. નિદ્રાપ્રમાદમાં ભાન ભૂલ્યો, ચૌદપૂર્વો પણ ભૂલ્યો અને ગબડીને છેક તળિયે પહોંચી ગયો. કરટ-ઉત્કરટ મુનિ કષાયમાં ભાન ભૂલ્યા અને મરીને સાતમી નરકમાં ગયા. કંડરીક મુનિ વિષયલંપટ બન્યા અને સાતમી નરકે ગયા. ખંધકસૂરિ ક્રોધમાં ભાન ભૂલ્યા અને જન્મ-મરણની પરંપરાને વધારી દીધી. અત્યારે રાજસ્થાન તરફના વિહારો ચાલુ છે. છેલ્લા બે દિવસથી એવા રસ્તા પરથી પસાર થવું પડે છે કે વાહનો ધસમસતા વેગે લગોલગ ( ૧૮ )
SR No.022075
Book TitleHitopnishad
Original Sutra AuthorPurvacharya
AuthorMunisundarsuri, Kalyanbodhisuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages212
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy