SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ અનૈકાન્તિક છે. પણ જેના પાસે સચ્ચારિત્ર હોય તેને મોક્ષપ્રામિ એકાતે થાય જ છે. પ્રશમરતિમાં કહ્યું છે पूर्वद्वयलाभः पुनरुत्तरलाभे भवति सिद्धः॥ સમ્મચારિત્રની પ્રાપ્તિ થાય એટલે સમ્યફ જ્ઞાન અને સમ્યફ દર્શનની પ્રાપ્તિ થાય જ છે. આ રીતે સમ્યક દર્શન-જ્ઞાન-ચારિત્ર રૂપ મોક્ષના સર્વ કારણો હાજર હોવાથી મોક્ષ થાય છે. પંચાશિકાકાર એક ગંભીર બાબત તરફ અંગુલિનિર્દેશ કરી રહ્યા છે કે કષ્ટથી જ મોક્ષ મળે આવો એકાંત નથી. માટે કષ્ટ તો નથી થઈ શકતું, એમ માનીને બીજી શક્ય સાધના ય છોડી દે એ ઉચિત નથી. ભાઈ! કદાચ તારું શરીર ખૂબ નબળું હોય તો તું માસક્ષમણને પારણે માસક્ષમણ, આતાપુના વગેરે કષ્ટ સહન ન કરી શકે, કબૂલ, પણ આ શરીરે પણ તું જિનાજ્ઞાસાપેક્ષ યતના કરે તો સમક્યારિત્ર તો તારા માટે સુકર જ છે. અને એનાથી જ મોક્ષ મળવાનો છે. મોહરાજા વળી આત્મા પાસે બીજી પણ અવળચંડાઈ કરાવે છે. જેનાથી ઉગ્ર વિહાર, માસક્ષમણ જેવા કષ્ટો સહવાનું મન થાય, પણ સમિતિ-ગુણિના પાલન વગેરેનો ઉત્સાહ ન થાય. આત્માને અવ્યક્તરૂપે પણ એવુ સંવેદન હોય કે સમિતિ વગેરેને તો કોણ પૂછે છે ? એની કોને કદર છે ? માસક્ષમણ વગેરે કરશું તો લોકોના ટોળે ટોળા શાતા પૂછવા આવશે, ઈત્યાદિ. એવા આત્માને પણ અહીં મોહનિદ્રામાંથી જાગૃત કરવાનો પ્રયાસ કરાયો છે. મોક્ષ તો થશે સચ્ચારિત્રથી, કષ્ટથી જ નહીં. तं पुव्विं पि हु जीवा, कमेण पत्ता सिवं चरित्ताओ। आइजिणेसरपमुहा, तातं पि कमेण सिज्झिहिसि॥३९॥ (૧૮૪)
SR No.022075
Book TitleHitopnishad
Original Sutra AuthorPurvacharya
AuthorMunisundarsuri, Kalyanbodhisuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages212
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy