SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ केवलकट्टेण धुवं, न सिज्झई वरचरित्तपन्भट्ठो। कट्टरहिओ वि सज्झाण-दुक्खसहिओ वि जाइ सिवं ॥३५॥ જે શ્રેષ્ઠ ચારિત્રથી પ્રભષ્ટ છે, તે માત્ર કષ્ટ સહન કરવાથી સિદ્ધ થઈ શકતો નથી. પણ જે બાહ્ય કષ્ટથી રહિત હોવા છતાં પણ ઉગ્ર સ્વાધ્યાય (વગેરે આવ્યંતર તપ)થી યુક્ત છે, તે મોક્ષે જાય છે. अज वि जिणधम्माओ, भवम्मि बीयम्मि सिज्झइ जीवो। વિરદિવસીમન્નો, ગહન્ન ગમખો રૂદા આજે પણ જિનધર્મથી જીવ બીજા ભવમાં સિદ્ધ થાય છે. અને જેણે શ્રમણ્યની વિરાધના નથી કરી એ જઘન્યથી આઠમાં ભવે સિદ્ધ થાય છે. - ચોથો આરો નથી માટે મોક્ષ ન થઈ શકે, આ આંશિક સત્ય છે. જો આ પૂર્ણ સત્ય હોત તો ચોથા આરાના બધા જીવોનો મોક્ષ થઈ ગયો હોત. કાળ સાથે બીજી પણ બાબતો એવી છે કે જે જીવનો મોક્ષ અટકાવે છે. જેમ કે કર્મગુરુતા, વિષય-વાસના, કષાયપરવશતા વગેરે. જ્યાં સુધી આ બાધકો ઊભા છે ત્યાં સુધી ચોથા આરામાં ય જીવનું ઠેકાણું પડવાનું નથી. અરે, ઉલ્ટ ત્યાં સંઘયણબળ પામીને તૃતીયાદિ નરકમાં ય જતો રહે, કે જ્યાં પાંચમા આરામાં જવું શક્ય ન હતું. માટે કાળનો દોષ જોવાનો રહેતો જ નથી. આપણા આત્માનો દોષ દૂર કરીએ એટલે બધા દોષોને રવાના થયે જ છૂટકો. દોષોનો ક્ષય થાય છે જ્ઞાનાદિના અભ્યાસથી. આ અભ્યાસ થતો રહે એમ દોષો ઘસાતા જાય, કેવળજ્ઞાન અને વીતરાગતા નજીક આવતા જાય. આપણને જે જીવન (૧૮૧)
SR No.022075
Book TitleHitopnishad
Original Sutra AuthorPurvacharya
AuthorMunisundarsuri, Kalyanbodhisuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages212
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy