SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ નિયંત્રણાનો હસતા મોંએ સ્વીકાર કરી લે. જે બધી નિયંત્રણાઓથી મુક્ત કરી દે એ નિયંત્રણા નહીં, બલ્ક સુરક્ષા છે, એવું તારા મનમાં ફીટ કરી દે. આજથી સંકલ્પ કર કે મારે જિનાજ્ઞા-ગુર્વાજ્ઞાને પૂર્ણપણે સમર્પિત થઈ જવું છે. ચારિત્રના સુરક્ષાકવચને મારે ધારણ કરવું છે, જેથી મારા પર સંસારની કોઈ નિયંત્રણા ન લદાઈ શકે. सह तपोयमसंयमयन्त्रणां, स्ववशतासहने हि गुणो महान्। परवशस्त्वतिभूरि सहिष्यसे, न च गुणं बहुमाप्स्यसि कञ्चन ॥ ३५॥ તપ, નિયમ અને સંચમના નિયંત્રણોને તું સહી લે. સ્વાધીનપણે સહન કરવાથી મોટો લાભ થશે. પરાધીનપણે સહન તો ઘણું ઘણું કરવું પડશે. પણ એનો તને કોઈ લાભ નહીં થાય. ગજસુકુમાલ મુનિએ બળતું માથું સહન કર્યું. મેતારજ મુનિએ વાધરની ભીંસથી ડોળા નીકળી પડ્યા એની વેદના સહન કરી. બંધક મુનિએ જીવતા ચામડી ઉતારવાની વેદના સહન કરી. તે મહાપુરુષો આવા મરણાંત ઉપસર્ગોને સહન કરીને ભવનો પાર પામી ગયાં. આ પ્રસંગો પર વિચાર કરીએ. શું આ વેદના અપૂર્વ હતી ? ના, અનાદિ સંસારમાં આવી વેદનાઓ તો અનંતી વાર સહી હતી. ફરક એટલો જ કે આ સ્વાધીનપણે સહી અને પૂર્વે અનંતવાર પરાધીનપણે સહી, અનિચ્છાએ સહી. એ સહન કરતાં તીવ્ર આર્ત-રૌદ્રધ્યાન ક્યું અને મરીને દુર્ગતિએ જતાં રહ્યા. આ એ મહાપુરુષો પૂરતી વાત નથી. વ્યવહારરાશિના મોટા ભાગના જીવોની વાત છે. રે, જે નિમિત્તથી મોક્ષે જવાનું હતું, તે નિમિત્તથી આપણે સાતમી (૧૧૫)
SR No.022075
Book TitleHitopnishad
Original Sutra AuthorPurvacharya
AuthorMunisundarsuri, Kalyanbodhisuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages212
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy