SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ ३९ સા વિરહ' ઉદ્દેશ્ય છે અને 'ન બનત્યમુદી' એ એક વિધેય પદ છે, તથા 'સત્ય' એ બીજું વિધેય પદ છે. એ ઉદ્દેશ્ય-વિધેય સમજાયા નથી. તેથી ટિપ્પણમાં 'સા વિરાધના' માંથી 'વિરાધના' એવું ખોટું નિષેધ પદ પણ ખેંચે છે. (૨૧) વળી મગમગદેસણાએ અણભિનિવેસો' ને પણ પ્રો. ખોટું લગાવે છે. અનભિનિવેશનો પ્રો. સમજે છે તે સંસાર પ્રત્યે અનાસક્તિ' એવો અર્થ નથી; પરંતુ 'ઉપદેશેલા માર્ગ પ્રત્યે અનાગ્રહ' એવો અર્થ થાય છે. આ ન સમજવાથી અહિ વાક્ય તોડી, પ્રતિપત્તિ અને ક્રિયારંભને જુદા પાડી ત્યાં પણ અસંગત અર્થ કર્યો. પ્રો. એ ખ્યાલ ભૂલી ગયા કે પૂર્વે માર્ગદર્શક સૂત્ર સાંભળી જેમ ઉન્માર્ગીને તે પ્રત્યે થતાં દુઃખ, અવજ્ઞા અને અસ્વીકાર કહ્યા છે; તેમ અહિયા અપાય (ક્લિષ્ટ કર્મ) વાળા માર્ગગામીને અનાગ્રહ, સ્વીકાર કે ક્રિયાપ્રારંભ કહેવા છે. ત્યારે અપાયરહિત માર્ગગામીને તો સૂત્રે કહ્યા મુજબનું પૂર્ણ વર્તન હોય એમ કહેવું છે. આ ત્રણ વિભાગના અજ્ઞાનને લીધે અપાયનો અર્થ નિશ્ચય લેવાની પણ ભૂલ પ્રો. કર્યા વિના રહ્યા નથી. જેથી તો બીજા અને ત્રીજા વિભાગમાં તદ્દન અસંગતિ થાય. ટૂંકમાં આ પ્રકરણને પણ પ્રો. સમજી શક્યા નથી. છતાં પૂર્ણ સમજેલા ટીકાકાર મહર્ષિ કરતાં વધુ વિદ્વત્તા દેખાડવાનો હાસ્યાસ્પદ પ્રયાસ કર્યો છે. ' (૨૨) પરિજ્ઞાનો અર્થ ફક્ત જાણ માટે સિદ્ધાંતનું જ્ઞાન' એવો પ્રો. કર્યો તે ખોટો છે. કેમકે એવું ભાન તો અભવ્યને પણ હોય છે. પરંતુ તેને જ્ઞપરિજ્ઞા નથી માની. જ્ઞપરિણા એટલે સિદ્ધાંતનું શ્રદ્ધાયુક્ત જ્ઞાન એટલે કે પાલનના ધ્યેય માટેનું જ્ઞાન.
SR No.022074
Book TitlePanchsutrop Nishad
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri, Kalyanbodhisuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year2010
Total Pages324
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy