SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ પંચસૂત્રભુવને ભુવનભાનુનાં અજવાળાં પરમ પુણ્યનિધિ શ્રી વીતરાગ સર્વજ્ઞ ૫૨માત્માએ વહાવેલી નિર્મળ ભારતી ભાગીરથીના અખંડ સ્રોતથી આર્યદેશ આજે પણ ગૌ૨વવંતો છે. અંતરની તૃષ્ણાના તાપને, વિષયાસક્તિજ્વરના દાહને અને કર્મલેપના મળને મિટાવી, ભવભ્રમણના થાક ઉતારી, મોક્ષપર્યંતના અનંત ગુણોના પાકને આત્મક્ષેત્રે પકવનારી એ ભાગીરથીથી હારીને જાણે લૌકિક ભાગીરથી સમુદ્રમાં આપઘાત અર્થે ન પડતી હોય ! આ વીતરાગની વાણીને ચિરસ્થાયી રૂપમાં ગુંથી લેનાર અનેકાનેક જૈન શાસ્ત્રરત્નો છે. શ્રી પંચસૂત્ર એ પૈકીનું એક ભવ્ય શાસ્ત્ર છે. કર્મને પલ્લે પડેલા ભવ્ય જીવો સંસાર અટવીમાં રઝળતા રઝળતા મહામુશીબતે માનવ જીવનમાં આવ્યા પછી, એ જીવો કર્મનો સર્વનાશ નીપજાવી, માનવતા અને દિવ્યતાને ય વટાવી ૫રમાત્મામાં મ્હાલતા કેવી રીતે બને, એ માટેની ક્રમિક સાધનાનું વર્ણન પંચસૂત્રમાં ક૨વામાં આવ્યું છે. અહિ સૂત્ર એટલે એકેક પ્રકરણ, એકેક અધિકાર, એ ગંભીર અને વિશાલ અર્થનું સંક્ષેપમાં સૂચન કરે છે એ માટે સૂત્ર કહેવાય છે. આ શાસ્ત્રના રચયિતાનું નામ તથા ઇતિહાસ મળ્યા નથી. પરંતુ શાસ્ત્રની ભાષા આગમસૂત્ર જેવી ગદ્ય પ્રૌઢ અને ભાવવાહી હોઇને એ કોઇ બહુ પ્રાચીન અને પૂર્વનું જ્ઞાન ધરાવતા મહર્ષિની કૃતિ હોય એમ સંભવે છે. એ શાસ્ત્ર મૌલિક વાતો
SR No.022074
Book TitlePanchsutrop Nishad
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri, Kalyanbodhisuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year2010
Total Pages324
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy