SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ આપવા વડે કરીને ભયનું કારણ હોવાથી વાસ્તવિક (તત્વથી) જીવોના આ ભયો છે. આ ભયના સ્વરૂપને જાણી તેને છોડવા વિ. થી પોતાની અને જીવોની ૨ક્ષા અને સુખ મેળવાય છે. પ્રાપ્ત કરાય છે. એમ જાણવું. પરમાર્થ એ પ્રમાણેના પદગ્રહણથી વૈરી (દુશ્મન) અને વાઘ વિ.નું ભયનું કારણ બહારથી જ છે અને તે એકાંતિક નથી. કેટલાકને દેશભૂષણ, કુલભૂષણ, સુદર્શન શેઠ, ગજસુકુમાલ, સુકોશલ વિ. ની જેમ વૈરી, વાઘ, વિ. થી થયેલા ઉપસર્ગોને સહન ક૨વા થકી તેઓને પણ કેવળજ્ઞાન, મોક્ષનું દાન (પ્રાપ્તિ), અનંતસુખની પ્રાપ્તિનું કારણ બનવાથી, મહોત્સવનું કારણ થવાથી, બાહ્ય વૈરીવાઘ વિ. ભયરૂપ નથી એમ સૂચિત કર્યું છે. (થાય છે) આ તેનો નિષ્કર્ષ છે. હવે પ્રત્યેકની વિસ્તાર પૂર્વક વિચારણા કરે છે. તે આ પ્રમાણે પ્રિય ત્તિ જેવી રીતે જૈન ધર્મથી રહિત પિતા પુત્રને સ્નેહ વિ. ના કા૨ણે ધર્મનો નિષેધ કરવા થકી ભયનું કારણ બને છે. અને તે સ્વરૂપ જ્ઞાન રહિત પણા વિ. (સાચું સ્વરૂપ નહિ જાણતા હોવા) થી ભયનું કારણ બને છે. જેવી રીતે ભૃગુ પુરોહિતે સ્નેહથી બે પુત્રોને ગામડામાં મૂકીને બોધ ન પામે તે માટે (સાધુ આવા હોય છે. તેમ કહીને) સાધુઓથી ડરાવ્યા હતાં અને સત્ય સ્વરૂપનું જ્ઞાન થતાં તે બન્ને એ (બે પુત્રોએ) પોતાની અને ભૃગુપુરોહિતની પ્રતિબોધ ક૨વા થકી રક્ષા કરી. પદ્મરથ રાજા શિવકુમારને વ્રતમાં વિઘ્ન કરનારો થયો. તેથી સાગરચંદ્ર ઋષિથી તે ભવે મુક્તિ ગમન હોવા છતાં શિવકુમારને ગર્ભાવાસ ક૨વો પડ્યો (થયો) મિથ્યાદ્દષ્ટિ વિષ્ણુદત્ત શ્રેષ્ઠિએ પુત્રને દેશવિરતિ ધર્મમાં વિઘ્ન કરવા છતાં પણ તેનો (વિઘ્નનો) પરિહાર કરીને પુત્ર મહાન દેવ થયો અને બાપ પશુ થયો પ્રસંગ પામીને બાહ્ય ભયનું કારણ હોવા છતાં પણ કનકેતુ રાજા વિ. પુત્રોને લંગડા વિ. કરવાના કા૨ણે ભયવાળો થયો એ પ્રમાણે પણ જાણવું એ પ્રમાણે બીજે પણ પ્રસંગમાં આવેલા દ્રષ્ટાંતો જાણવાં ||૧|| (૨) માયત્તિ :- અને માતા સ્નેહાદિના કારણે ધર્મનો નિષેધ કરવા થકી ભયનું કારણ થાય છે. જેવી રીતે યશોધરની માતા ચંદ્રમતી, જેવી રીતે ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) 81 મ.અ.અં.૨,તરંગ-૨
SR No.022072
Book TitleUpdesh Ratnakar Part 02
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJain Shwetambar Murtipujak Trust
Publication Year2003
Total Pages302
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy