SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ આ આઠ પ્રકારના લાડવામાં ગળપણથી સહિત છે. તે જ યોગ્ય છે. તે ખાનારા ને મુખ (શરુઆત)માં સ્વાદ આવે છે. અને પરિણામે પણ પુષ્ટિ આદિ ગુણનું કારણ છે. જેટલું જેટલું ગળપણ વિ. તેટલું -તેટલું રસનું અધિકપણું જાણવું. વળી, ગળપણ રહિત તે મુખે પણ સ્વાદવાળો નથી હોતો. પરિણામે પણ પાચન થવામાં તેવા પ્રકારનું ગુણનું કારણ થતું નથી. અર્થાત્ અજીર્ણ થાય છે. (પાચન થતું નથી) એ પ્રમાણે નર જન્મ પણ સુકુલ - ધનયુક્ત આદિનો યોગ મળવા છતાં પણ ધર્મસહિત જ આલોકમાં પ્રશંસનીય થાય છે. અને પરલોકમાં ઉત્તરોત્તર સુખ-સમૃદ્ધિનું કારણ બને છે. વળી, ધર્મથી રહિત અહીંયા પણ સજ્જનો વડે પ્રશંસાપાત્ર બનતો નથી. અથવા, નિંદા વગેરે પામે છે. અને પરલોકમાં પણ દુર્ગતિના લાખો દુઃખનું કારણ બને છે. બ્રહ્મદત્ત ચક્રવર્તિ વિગેરેની જેમ ઈતિ અથવા (૧) સુદલા (ર) સ્નેહા (૩) ગળ્યા (ગોળવાળા) અને વિપરીત જેવી રીતે એ છ પ્રકારે લાડુ થાય છે. તેવી રીતે (૧) કુલ (૨) ધન (૩) ધર્મથી સહિત મનુષ્યજન્મ કર્મથી પ્રાપ્ત થાય છે. ૧] એ પ્રમાણેનો પાઠ છે. વ્યાખ્યા પૂર્વની જેમ, પરંતુ લાડવા છ પ્રકારે છે. તેમાં કેટલાંક (૧) સારા આટાની શુધ્ધિવાળા દલથી નિષ્પન્ન (બનેલાં) સુદલવાળા (૨) મગ વિગેરેના આટાથી બનેલાં હીન દિલવાળા વળી, (૩) બીજાં ઘણાં ચીકાશ (ઘી) થી યુક્ત ચીકાશવાળા એટલે કે સ્નિગ્ધ (૪) વળી, તેનાથી વિરુધ્ધ એટલે કે એલાદિ ચીકાશવાળા અથવા અલ્પ ચીકાશવાળા હોવાથી અસ્નિગ્ધ (ચીકાશ વગરનાં) (૫) ઘણી સારી ખાંડથી ભરેલા ગળપણવાળા અને (૬) તેનાથી વિપરીત ખાંડ (ગળપણ) વિનાના ઈતિ તેવી રીતે (૧) ઉત્તમ કુલવાળા (૨) હીન કુલવાળા (૩) ધનવાળા (૪) અધની (ધન વગરનાં) (૫) સુધર્મવાળા (૬) અધર્મ (ધર્મ વગરનાં) એ પ્રમાણે ૬ પ્રકારે મનુષ્ય જન્મ પણ કર્મ વડે પ્રાપ્ત થાય છે. પરંતુ સુકુલ વિગેરેનો યોગ હોવા છતાં પણ ધર્મથી જ તેઓની સાર્થકતા (સારતા) છે. ગળપણથી જેમ લાડવાની સાર્થકતા છે તેમ, તેથી ધર્મમાંજ એક પ્રયત્ન કરવો જ યોગ્ય છે. ઈતિ. શ્લોકાર્થ :- એ પ્રમાણે લાડવાના દ્રષ્ટાંતથી હે ભવ્યો ! બે પ્રકારનાં (રાગ અને દ્વેષ રૂપી) શત્રુ પર જયરૂપ લક્ષ્મી માટે ઉત્તમ નર જન્મનું સારપણું ધર્મથી જ છે. એમ વિચારી શુધ્ધ ધર્મને હૃદયસ્થ કરવો. //l. ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) (72)મ.અ.સં.૧,તરંગ-૧ના
SR No.022072
Book TitleUpdesh Ratnakar Part 02
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJain Shwetambar Murtipujak Trust
Publication Year2003
Total Pages302
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy