SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ હવે દૃષ્ટાંત અને દાઝાન્તિક યોજના ખુલ્લી કરાય છે. તે આ પ્રમાણે જેવી રીતે કેટલાક કળશો માટીવાળા છે અને તે કલશા દારૂથી ભરેલા તે કલશા બંને રીતે નિંદ્ય છે. (માટીનો ઘડો અને દારૂ) તેવી રીતે કેટલાક મનુષ્યો તેવા પ્રકારના દુષ્કર્મના કારણે નીચ ચંડાલાદિ સંબંધી કુલમાં જન્મેલા અને નીચ જીવવધ, દારૂ, માંસને ખાનાર, દેવગુરૂના શત્રુ (નિંદા કરવા પણા) આદિએ કરી નીચ આચારથી યુક્ત તેઓ આલોકને પરલોક એમ બન્ને રીતે નિંદ્ય થાય છે. જેવી રીતે કાલસૌકરિકે પોતાનો તેવા પ્રકારનો નીચ આચાર નહિ છોડવાથી કંઈપણ શુધ્ધથવાનો ઉપાય નથી જેવીરીતે શ્રી વીરવચનનું શ્રવણાદિ પણ કાલસૌકરિકને શુધ્ધિનું કારણ ન બન્યું એ પ્રમાણે પ્રથમ ભંગ થયો III અને હવે અમૃતથી ભરેલા માટીના કલશો તે પૂર્ણ કળશો એ પ્રમાણે નામથી ગવાય છે. સર્વ મંગલોમાં મુખ્યમંગલ રૂપે લોકો વડે પ્રશંસા કરાય છે. તેવી રીતે કેટલાક મનુષ્યો પૂર્વની જેમ નીચ કુલમાં જન્મેલા પણ જેઓ અમૃતસમાન ઉચ્ચ શ્રી જિનેશ્વરોએ બતાવેલા શુધ્ધ આચારથી પવિત્ર થયેલા તેઓ આ લોકમાં પણ યશનું ભાજન થાય છે. અને પરલોકમાં સ્વર્ગ અને મોક્ષની સંપદાને પામે છે. જેવી રીતે કાલસૌકરિકના પુત્ર સુલસ, હરિકેશી, બલઋષિ વિ. દૃષ્ટાંતો જાણવા ઈતિil બીજો ભેદ રા અને વળી જેવી રીતે સોનાના કળશો અને દારૂથી ભરેલા તે વિશેષ પણે નિંદાનું ઘર બને છે. ઉત્તમ વસ્તુઓ નિંદનીય વસ્તુના સંયોગથી અધિકતમ નિંદાને માટે થાય છે. એ પ્રમાણે પ્રસિધ્ધ છે. IIઈતિા તેવી રીતે કેટલાક મનુષ્યો ઉચ્ચ ગોત્રાદિમાં જન્મ પામવા છતાં પણ પૂર્વે કહેલા નીચ આચારના આચરણથી વિશેષ પ્રકારે આ લોકમાં નિંદાનું ઘર બને છે. અને પરલોકમાં દુર્ગતિના દુઃખનું ભાજન થાય છે. જેવી રીતે પર સ્ત્રીનું અપહરણ આદિમાં તત્પર રાવણ વિ. ત્રીજો ભેદ થયો all વળી જેવીરીતે સુવર્ણના કલશો અમૃતથી ભરેલા સૌભાગ્યને પામે છે. તેવી રીતે ઉચ્ચકુલમાં જન્મેલા શ્રેષ્ઠ આચારનું સારી રીતે આચરણ કરવામાં તત્પર આ લોકમાં લોકોત્તર યશ, ખ્યાતિ, કીર્તિનું સ્થાન થાય છે. અને || ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) (7).અ.અંશ-૧,તરંગ-૪) Nos: કાકા :- ::: :::::::::::::::::::::::::::::::: QQIDIODOODGOOD
SR No.022072
Book TitleUpdesh Ratnakar Part 02
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJain Shwetambar Murtipujak Trust
Publication Year2003
Total Pages302
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy