SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ પૂજ્ય મનાતા (પૂજાતા) અને સારી રીતે સેવા કરાતા (સેવાતા હોવાથી) સમય પ્રાપ્ત થતાં આચાર્ય વિ. મહાપદવીને પામેલા હોવાથી અધિક પૂજા મહિમા, મહાવાદ પર જય મેળવવા વિ. વડે (થકી) આઠ પ્રકારની પ્રભાવનાદિ દ્વારા પ્રવચનને વિસ્તારે છે..... પ્રકાશે છે, અને જીવન સુધી અનુત્તરવાસી સુરવરોથી અધિક સુખને અનુભવે છે. તથા કેટલાક શ્રી ભરતચક્રી, સગરચક્રી, મહાપદ્મ, સંપ્રતિ, કુમારપાલ વિ. ની જેમ, જૈન રાજાઓ અભયકુમાર, ચિત્રપ્રધાન, ચાણક્ય, આમ્રભટ, ઉદાયન મંત્રી, વાડ્મટ, વસુપાલ, પૃથ્વીધર વિ. મહાઅમાત્ય (મહામંત્રી) વિ. ધન્યકુમાર, શાલિભદ્ર, સુદર્શન શેઠ, સૌવર્ણિક, ભીમ, ચાર પ્રસાદ કરાવનાર વહેપારી કાલ વિ. મહેભ્ય (શ્રીમંત શેઠ), પૂર્વ પુણ્યના પ્રભાવથી શુધ્ધ ન્યાય પૂર્વકના ઉપાયોથી ઉપાર્જિત કરેલા વધતી એવી વિશુધ્ધિ સમૃધ્ધિ (ઋધ્ધિ-સિધ્ધિ) થી સમૃધ્ધ શ્રી ગુરૂના વચન વડે શ્રી જૈન તત્ત્વમય સઉપદેશના રહસ્યને જાણનારા સમ્યક જ્ઞાન, દર્શન, દેશવિરતિ આદિ ગુણરત્નનાસાગર, મહાતીર્થયાત્રા, શ્રી જિન પ્રાસાદ કરાવનારા, મહાન સાધર્મિક વાત્સલ્ય, સાતે ક્ષેત્રમાં ધનનો વ્યય, ગરીબ સીદાતા દુઃખી થતા સાધર્મિક વિ. નો ઉધ્ધાર કરનાર સર્વ પ્રકારે જિનપૂજા શ્રી ગુરૂપાદની ઉપાસના, સુપાત્રદાન, શીલ, તપ, ભાવના, પ્રતિક્રમણ, પૌષધ વિ. વડે પોતાના જન્મને પવિત્ર કરે છે. ન્યાયકાલ વિ. માં ધર્મ અર્થની બાધા વગર સર્વકામ ગુણથી યુક્ત પાંચ પ્રકારના વિષય સુખ ભોગવે છે. આયુષ્ય પૂર્ણ થતાં વિધિપૂર્વક પંડિત મરણ વડે ભવાન્તરે સ્વર્ગ અને અપવર્ગ (મોક્ષ) ની સુખસંપદાને પામે છે. (સ્વાદ લે છે) જિન, ગણધર વિ. પદવીને પણ મેળવે છે. તેથી અતિશયવાળા મહાતિઓ અથવા ગૃહસ્થો આલોકમાં પણ ધર્મ સુખમય હોવાથી અથવા ધર્મ, અર્થ, કામ રૂપ સુખમય હોવાથી મુખે સરસ અને પરલોકમાં પણ ધર્મ અર્થ કામ અને મોક્ષનું કારણ હોવાથી પરિણામે પણ સરસ ચારાને ચરે છે. (સુખને પામે છે.) અને તેઓની આલોક સંબંધી હિતકારી આજીવિકાને વિચારી વિબુધજનો કર્મને અનુસાર પ્રાપ્ત થયેલી સમૃધ્ધિ ને વિવિધ પ્રકારના પૂણ્યકાર્યમાં જોડે છે. આ પ્રમાણે મનુષ્યને આશ્રયીને ચાર પ્રકારની વૃતિ (આજીવિકાને) વિચારી. એવી જ રીતે સર્વજીવોને આશ્રયીને પણ વિચારવી. | ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) (42) મ.અ.અંશ-૧,તરંગ-૬ s istians :::::::::: : :::: :: :: ::: : : : : ::::::: :: :
SR No.022072
Book TitleUpdesh Ratnakar Part 02
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJain Shwetambar Murtipujak Trust
Publication Year2003
Total Pages302
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy