SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ પછી તેની સાથે આઠે કન્યાઓ પરણી પોંખણાદિ મંગલ દંડપાશ રંગીન વસ્ત્ર, સરાવ સંપુટનો ઘાત વિવેકનું ઉપમર્દન, કષ્ટસમાન હસ્તમેળાપ ગાઢ કર્મની ગાંઠ સમાન છે. ચોરી તે ભવનો ચોરો છે. અને ચાર મંગલફેરા તે ચારગતિના ભ્રમણરૂપ છે. અહો આ બધી વિડમ્બના છે. ભોળા લોકો સમજતા નથી. ચોથા મંગળ ફેરે તેણે કન્યાઓના ફીક્કા પડી ગયેલા મુખને જોઈને વિચાર્યુ કે સંસારની અસારતા (વિચિત્રતા) આશ્ચર્યકારી છે. જે વસ્તુ મનોહર દેખાય છે. તે વસ્તુ ક્ષણવારમાં નિરસ દેખાય છે. એ પ્રમાણે અહીંયા અનિત્યતાનો વિચાર કરતાં શ્રેષ્ઠિપુત્રને પત્નીઓ સાથે શ્રેષ્ઠ એવું કેવળજ્ઞાન ઉત્પન્ન થયું ત્યારે માતપિતાને પણ ભાવ થી કેવળજ્ઞાન ઉત્પન્ન થયું પછી તેઓએ સંયમ ગ્રહણ કર્યું. તે પછી મેં ગુણસાગરને પૂછ્યું કે હે પ્રભો ! તમને જ્ઞાન પ્રાપ્ત થયું તે મને આશ્ચર્ય લાગે છે. મુનિએ કહ્યું તેમાં શું આશ્ચર્ય છે. કૌશલ્યા નગરીમાં જલ્દી જા, પૃથ્વીચંદ્રકુમારને આ વાત કહેવાથી જે ત્યાં થશે તે મારા કરતાં અદ્ભૂત આશ્ચર્યકારી થશે તેથી હે કુમાર ! આશ્ચર્યને જોવા માટે તમારી પાસે હું આવ્યો છું. આ પ્રમાણેની વાત સાંભળી મનમાં વિચાર્યું આ શ્રેષ્ઠિપુત્ર ગુણસાગર ધન્ય છે. મને વંદનીય છે. જેને ચોરીમાં વિશ્વને આશ્ચર્યકારી જ્ઞાન પ્રાપ્ત થયું છે. એ પ્રમાણે ચિંતવન કરતાં પૃથ્વીચંદ્ર કુમારને માતપિતા સાથે કેવળજ્ઞાન ઉત્પન્ન થયું ત્યારે ૧૬ કન્યાઓને પણ કેવળજ્ઞાન થયું અને ત્યાં ઈન્દ્રાદિનું આગમન થયું અને કેવળજ્ઞાનનો મહિમા કર્યો ત્યારે સુધને પૂછ્યું હે ભગવન્ ! મને કહો કે તે વાત સાંભળવા માત્રથી જ આપને અદ્ભૂત જ્ઞાન કેવી રીતે થયું તેમણે કહ્યું પૂર્વભવમાં હું ચંપાપૂરીમાં કુસુમાયુધ નામનો રાજા હતો. મકરધ્વજ નામે મારા પુત્રે પણ પ્રમાદ રહિત વ્રતને (દિક્ષાને) ગ્રહણ કર્યા અમે બન્નઉ સર્વાર્થસિધ્ધમાં મહાઋધ્ધિવાળા દેવ થયા ત્યાંથી ચ્યવીને પૃથ્વી પર પૃથ્વીચંદ્ર નામે હું જન્મ પામ્યો બીજો પણ દેવ ગજપુર નામના નગરમાં ઉત્પન્ન થયો જે આ શ્રેષ્ઠિ પુત્ર ગુણસાગર કેવળી બન્યા છે. તે એ પ્રમાણે ભાવનાના વિષયમાં પૃથ્વીચંદ્ર ગુણસાગરનું દૃષ્ટાંત છે..... ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) 17 મ.અ.અંશ-૧,તરંગ-૩ Gododd
SR No.022072
Book TitleUpdesh Ratnakar Part 02
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJain Shwetambar Murtipujak Trust
Publication Year2003
Total Pages302
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy