SearchBrowseAboutContactDonate
Page Preview
Page 286
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ - મુદ્રિત પઉમરિયમાં પૃ. ૧૩૯ માં તેને સમર્થન કરનારી આ પ્રમાણે ગાથાઓ છે. जलथलयसुरहिनिम्मलकुसुमेसु य जिणं समच्चेइ ।। सो दिव्वविमाणठिओ कीलइ पवरच्छराहि समं ।।७२।। ભાવાર્થ - જળમાં ઉત્પન્ન થયેલા અને સ્થલભૂમિમાં ઉત્પન્ન થયેલા એવા સુગન્ધવાળા અને નિર્મલ એવા પુષ્પોથી જે જિનને પૂજે છે તે દેવ વિમાનમાં રહ્યો છતો શ્રેષ્ઠ અપ્સરાઓ સાથે આનંદ કરે છે. भावकुसुमेसु निययं विमलेसु जिणं समच्चए जो उ । सो होइ सुंदरतणू लोए पूयारिहो पुरिसो ।।७३।। ભાવાર્થ :- હંમેશા નિર્મલ એવા ભાવ પુષ્પો (અહિંસા વગેરે) થી જિન પ્રભુને જે પૂજે છે, તે સુંદર શરીરવાળો અને લોકમાં પૂજાને યોગ્ય એવો પુરુષ થાય છે. धूयं अगरुतुरुक्कं कुंकुमवरचंदणं जिणवरस्स ।। जो देइ भावियमई सो सुरहिसुरो समुभवइ ।७४।। ભાવાર્થ :- ભાવિતા મતિવાળો જે મનુષ્ય જિનેશ્વર ભગવાનને અગરૂ અને તુરૂષ્કનો ધૂપ, કેસર, શ્રેષ્ઠ ચંદનને દે છે તે સુગન્ધવાળો દેવ થાય છે. जो जिणभवणे दी देइ नरो तिब्वभावसंजुत्तो । सो दिणयरसमतेओ देवो उप्पज्जइ विमाणे ||७५।। ભાવાર્થ - અત્યંત ભાવે કરીને યુક્ત એવો જે મનુષ્ય જિનભવન વિષે-દીપકને આપે છે, તે મનુષ્ય સૂર્યના સરખો તેજવાળો દેવ થાય છે. छत्तं चमरपडाया दप्पणलम्बूसया वियाणं च । जो देइ जिणाययणे सो परमसिरिं समुबहइ ||७६।। ભાવાર્થ - છત્ર, ચામર, ધ્વજા, દર્પણ, કુંદક અને ચંદરવો જે જિનમંદિરને વિષે આપે છે તે પરમ લક્ષ્મી પ્રાપ્ત કરે છે. गंधेहि जिणवरतणू जो हु समालभइ भावियमईओ । सो सुरभिगंधपउरे रमइ विमाणे सुचिरकालं ||७७।। ભાવાર્થ-જે ભાવિત મતિવાળો ગન્ધો વડે જિનવર પ્રભુના શરીરની પૂજા કરે છે, તે સુગન્ધમય એવા વિમાનમાં ઘણો કાળ આનંદ કરે છે. काऊण जिणवराणं अभिसेयं सुरहिगंधसलिलेणं । सो पावइ अभिसेयं उप्पज्जइ जत्थ जत्थ नरो ||७८|| ભાવાર્થ - સુગંધમય પાણી વડે જિનવર પ્રભુનો અભિષેક કરવાથી તે મનુષ્ય જ્યાં જ્યાં ઉત્પન્ન થાય છે. ત્યાં ત્યાં તે અભિષેકને પામે છે. खीरेण जोऽभिसेयं कुणइ जिणिंदस्स भत्तिराएणं । सो खीरविमलधवले रमइ विमाणे सुचिरकालं ||७९।। essays. .. ? | ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ). અપરતટ અંશ - ૮) ::::::::::::::::: ::::++++ + ++:::::::મ જ બજકજss ::::::::: :
SR No.022072
Book TitleUpdesh Ratnakar Part 02
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJain Shwetambar Murtipujak Trust
Publication Year2003
Total Pages302
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy