SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ પુષ્પ, ફલ વિ. ને સુંઘવામાં ખાવામાં, શીતલ તરુ છાયામાં નીંદ લેવા વિ. પ્રમાદમાં ઘણો સમય પસાર કરતાં થોડાજ ફલોને લીધા અને બીજો અપ્રમત્તતો ક્રિડામાં વ્યગ્ર હોવા છતાં બહુ લાભ ને જોતાં ગાડા ભરીને ફળોને લીધા અને બીજે દિવસે યક્ષની મદદથી તે બન્નેએ પુરને પ્રાપ્ત કર્યુ ફળોનું વ્હેચાણ કરતાં પહેલાં (પ્રમતે) સો દ્રમાદિ મેળવ્યા પરંતુ બીજાએ (અપ્રમત્તે) સારા ઘણા ફળો લીધા હોવાથી બે હજાર દ્રમ મેળવ્યા એ પ્રમાણે પ્રમત્ત અને અપ્રમત્ત પરસ્પરને વિષે બહુ વિશેષ જાણવું ॥૨॥ બીજા બે વડે અજ્ઞાનતાથી જ આકડાના પુષ્પ, શમી વૃક્ષના પુષ્પઆદિ દ્વારા પૂજા વિ. કરવાથી આરાધાયેલો અને ખુશ થયેલો અજ્ઞાનપ્રિય નામના ત્રીજા યક્ષે તેવીજ રીતે માગ્યા પ્રમાણે તેણે ઘણા ખરાબ વૃક્ષથી વ્યાપ્ત અલ્પ વૃક્ષવાળાની વચ્ચે બહુ દુઃખવાળા ચંદનના જંગલવાળા પર્વતોમાં મૂક્યા. ત્યાં પણ એક પ્રમત્તે ભયંકર ગિરિમાં ભ્રમણના કારણે થાકી જવાથી માથા ઉપર લઈ શકાય તેટલા થોડાજ દુર્બલ એવા ચંદનના લાકડાને ભેગા કર્યાં અપ્રમત્તપણાથી-બીજાએ પર્વતમાં ભ્રમણ ક૨વાના કષ્ટથી નહિ થાકેલો સર્વ શક્તિથી ઉછાળા પૂર્વક ઘણા સારભૂત ગોશીર્ષ ચંદન વિ. ગાડામાં લઈ જઈ શકાય તેટલાં ચંદનનાં કાષ્ટ મેળવ્યાં તેવીજ રીતે પૂરમાં આવીને ચંદનનું વેચાણ કરતા એકે સો બસો ત્રણસો ચારસો વિ. દ્રમ મેળવ્યા અને બીજાએતો લાખ્ખોથી પણ વધારે દ્રમ મેળવ્યા. પહેલાઓએ સ્વલ્પ મૂડીથી વ્યાપાર કરતાં થોડુંજ પ્રાપ્ત કર્યુ અને બીજાઓએ તો બહુ ધનથી સબલ (વધારે) વેપાર કરીને ક્રોડો પ્રાપ્ત કર્યા એ પ્રમાણે પ્રમત્ત - અપ્રમત્તે ધનલાભથી સુખભોગ આદિને આશ્રયીને પરસ્પર બહુતર વિશેષ લાભ મેળવ્યો IIll હવે બાકી રહેલા બેથી મધ્યમ પુષ્પાદિથી આરાધાયેલો અને તેવી જ રીતે ખુશ થયેલો જ્ઞાન પ્રિય નામના ચોથા યક્ષે માગ્યા પ્રમાણે તેણે તેવી જ રીતે મધ્યમ સુંદર વૃક્ષની શ્રેણીથી ગીચ બહુ સુંદર નહિ એવા રમ્યક્રિડા સ્થાન વિ. સુંદર પૃથ્વીની અંદર રહેલો બહુ, બહુ-તરપ્રયાસ થી લભ્ય ઘણા ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) 6 મ.અ.અંશ-૧,તરંગ-૨ OOOOCH
SR No.022072
Book TitleUpdesh Ratnakar Part 02
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJain Shwetambar Murtipujak Trust
Publication Year2003
Total Pages302
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy