SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ વાત્સલ્યાદિ ધર્મ તે સાવદ્ય, તેનાથી વિપરિત તે અનવદ્ય, ભાવરૂવાત્મા સામાયિક, પૌષધાદિ ગૃહસ્થ ધર્મ આદિ શબ્દથી અતિશય સહિત આચાર્યાદિમાં રહેલો અને સાધુમાત્રમાં રહેલો શ્રમણ ધર્મ પણ ગ્રહણ કરવો. તેમાં રાજ્ય સન્માન, પૂજા આદિ કરીને સાટોપ એનાથી ઉર્દુ અનાટોપ. તેવી રીતે આદિ શબ્દથી મિથ્યાત્વ, અને સમ્યકત્વપણા વિ. ના ભેદોપણ જાણવા. - હવે તેની વિચારણા કરે છે. પહેલા ઔષધની જેમ સાવદ્ય જિનપૂજાદિ કોઈક ધર્મ સાટોપ જાણવો. સારા એવા દ્રવ્યના ખર્ચથી સાધ્ય થતો હોવાથી અને લોકો (જન) માં પ્રસિધ્ધ અને મહિમાની વૃદ્ધિનું કારણ હોવાથી સાટોપ જાણવો. અને ઈર્ષ્યા, સ્પર્ધાદિ થકી હિનફલ પણાનું કારણ હોવાથી અલ્પગુણ વાળો જાણવો. કહ્યું છે કે... ઈર્ષા, શિથિલતા, કદાગ્રહ, ક્રોધ, સંતાપ, પશ્વાતાપ, દંભ, અવિધિ, ત્રણગારવ, પ્રમાદ, માન, કુગુરુ, કુસંગતિ, પ્રશંસાની ઈચ્છા આ પુણ્યકાર્યમાં દોષ (મલ) છે. આવા પ્રકારના મલ (દોષ) વડે કરીને જ મલિન કરેલ પુણ્ય કાર્ય મહાન હોવા છતાં પણ હિનફલને આપનારું થાય છે. જેવી રીતે કુન્તલારાણીનું જિનપ્રાસાદિ બનાવવાનું પુણ્ય ઈર્ષાના કારણે ભાવાત્તરમાં કુતરીપણું આપનારું બન્યું ઈતિ પહેલો ભેદ....૧. બીજા ઔષધરૂપ બીજો ધર્મ પૂર્વે કહેલા કારણથી સાવદ્ય તીર્થયાત્રાદિ કંઈક સાટોપ અને બહુગુણવાળો જાણવો ઈર્ષાદિથી રહિત અને વિધિપૂર્વક કરેલો ધર્મ તીર્થંકર પણા સુધી, શિવ (મોક્ષ) પદના ઐશ્વર્ય સુધી અથવા સંપૂર્ણસુખના ફલને આપનાર હોવાથી બહુગુણવાળો જાણવો. જેવી રીતે નિત્ય નૂતન ૧૦૮ સુવર્ણના જવ વડે સ્વસ્તિક રચવા આદિ વિધિ વડે કરેલ શ્રેણિક રાજાનો શ્રી જિનપૂજા રૂપ ધર્મ, શ્રી કૃષ્ણરાજાનો દીક્ષાની ઈચ્છાવાળાનો દીક્ષા મહોત્સવ કરવા વિ. રૂપ ધર્મ, શ્રી દર્શાર્ણભદ્રનો શ્રી વિરપ્રભુને વંદન કરવા રૂપ ધર્મ, શ્રી ભરતચક્રવર્તિ, શ્રી દંડવીર્યરાજા વિ. નો શ્રી તીર્થયાત્રા જિનપ્રાસાદ અને સાધર્મિક ભક્તિ વિ. કરવા રૂપ ધર્મ બહુ ગુણવાળો જાણવો. ઈતિ બીજોભેદ ૨. વળી ત્રીજા ઔષધની જેમ નિરવદ્ય સામાયિક, પૌષધાદિ ધર્મ અનાટોપ [ ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) 188 પ્ર.ઉ.ના અં.૪,ત..] : *,* * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * : જમાનાના નાના નાના નામ જાતની
SR No.022072
Book TitleUpdesh Ratnakar Part 02
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJain Shwetambar Murtipujak Trust
Publication Year2003
Total Pages302
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy