SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ નિશ્ચયનય એટલે અત્યંતર તત્ત્વની જ એક માત્ર પ્રધાનતાનો જ આ મત છે ચારિત્રનો ઉપઘાત થતાં જ્ઞાન દર્શનનો પણ ઉપઘાત જ હોય. તે બે સાથે હોય તો જ તાત્વિક સ્વરૂપની પ્રાપ્તિ થાય છે. (મોક્ષની) તે બેમાંથી એકનો અભાવ હોવે છતે તત્ત્વ (પરમાર્થ) થી ક્રિયાનો અભાવ અને તેથી પરમાર્થની અસદુપણાની આપત્તિ રહે છે. વ્યવહારનયમાં તો બાહ્યતત્વનું પ્રધાનપણું હોય છે. આ મત પ્રમાણે ચારિત્ર ન હોવા છતાં પણ જ્ઞાનદર્શન હોય અને ન પણ હોય કાર્યરહિત પણ કારણ હોય છે. કોઠાગારમાં રહેલું અંકુર વિનાનું બીજ, ધૂમાડા વિનાના અગ્નિની જેમ દર્શનાદિ સમજવું. આ તો નિશ્ચયનય અને વ્યવહારનયનું દિશા માત્ર જ સૂચન કહ્યું છે. એ પ્રમાણે બધેજ આ બન્ને મતના વિચારો જાણવા. બન્ને નય ભેગા થાય ત્યારે પ્રમાણ થાય છે. આવશ્યક નિર્યુક્તિની સમાચારમાં કહ્યું છે કે - આ પ્રમાણે વ્રત પ્રમાણ નથી. પર્યાય પ્રમાણ નથી. એકલો વ્યવહાર પ્રમાણ નથી. બન્ને નય યુક્ત પ્રમાણ છે ઈત્યાદિ માન્ય છે. ૧ી. વન્દન નિર્યુક્તિમાં પણ કહ્યું છે કે... ચાંદીનો સિક્કો વિષમ અક્ષરવાળો રૂપિયા તરીકે ચાલતો નથી અને સાચા એટલે કે ચાંદી અને અક્ષર બને વિષમ નહિ પણ સાચા હોય તો વ્યવહારમાં ચાલે છે. [૧] વ્યવહારથી દ્રવ્ય લીંગને નમસ્કાર કરાય છે. પરંતુ નિશ્ચયથી તો ભાવલીંગને.. તેમાં પ્રમાણ શું? એ સંશય ને દૂર કરવા કહે છે. દ્રવ્યલિંગ માત્ર વંદનીય નથી. દ્રવ્યલિંગથી રહિત ભાવલિંગ પણ વંદનીય નથી. ભાવલિંગથી યુક્ત દ્રવ્યલિંગ નમસ્કાર યોગ્ય છે. અર્થાત નમસ્કરણીય છે. કારણ કે તેના વડે ઈચ્છિત અર્થ ક્રિયાની સિધ્ધિ થાય છે. રૂપિયાના દૃષ્ટાંત દ્વારા સમજાવે છે. (૧) ચાંદી અશુધ્ધ.... છાપ પણ ખોટી (૨) ચાંદી અશુધ્ધ છાપ બરાબર (૩) ચાંદી શુધ્ધ છાપ ખોટી અને (૪) ચાંદી શુધ્ધ છાપ બરાબર...... આ પ્રમાણે ચતુર્ભગી. અહીંયા ચાંદીસમાન ભાવલિંગ અને છાપ સમાન દ્રવ્યલિંગ... આમાં પહેલા ભાંગા સમાન ચરકાદિ જાણવા બન્ને અશુધ્ધ હોવાથી (ભાવલિંગ અને દ્રવ્યલિંગ બંન્નેથી : ૧૨ , ૧ ૨, , , , , , , , , , , , [ ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) 184 પ્ર.ઉ.ના અં.૪,ત..] ::::::::::::::::
SR No.022072
Book TitleUpdesh Ratnakar Part 02
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJain Shwetambar Murtipujak Trust
Publication Year2003
Total Pages302
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy