SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ ઋષભદેવનો જીવ) સુખ ભોગવ્યું..... ''નિશિયળા િથ િરિમાÍ ત્તિ ।।’’ સાર્વભૌમ (સમસ્ત પૃથ્વીનો ભોક્તા) ‘‘ચક્રીઓ પખંડના અને વાસુદેવો ત્રિખંડના આધિપત્યને ભોગવે છે. આદિ શબ્દથી બીજા પણ મોટા રાજાઓ પુણ્યના ભંડાર એવા અજાપુત્ર, અઘટ, પૃથ્વીચંદ્ર, હરિચંદ્ર જીભૂતવાહન, યુધિષ્ઠિર, વિક્રમાદિત્ય, સંપ્રતિ મહારાજા, શાલિવાહન રાજા આદિ જેવા. ધન્યકુમાર શાલિભદ્ર સરિખા મોટા શ્રેષ્ઠિઓ, નિધિ, રત્નાદિ સંપત્તિ વડે જે કાંઈ સુખ ભોગવે છે. તે બધુ ધર્મથીજ ભોગવે છે..... તેમાં ચક્રવર્તિની ઋધ્ધિ આ પ્રમાણે છે. નવ (૯) નિધિ, ચૌદ (૧૪) રત્ન, બત્રીશહજાર દેશ, ૩૨ હજાર રાજા, ૩૨ હજા૨ નગરો, ચોરાશી લાખ હાથી, ચોરાશી લાખ ઘોડા, ચોરાશી લાખ શ્રેષ્ઠરથ, ચોરાશી (૮૪) લાખ નિશાન ડંકા, સોલ હજાર યક્ષ, ચોવીસ હજાર મંડલ, ચોવીસ હજાર કબ્બડ, સોલ હજા૨ રત્નની ખાણ, સોલ હજાર દીવંતર, સોલ હજાર-ખેડા, અડતાલીસ હજા૨ દ્રોણમુખ, તથા ૬૪ હજાર કલ્લાણ, ૬૪ હજાર મહા કલ્લાણ કરનારા છે. તેવી રીતે ૬૪ હજાર ૨મણીયો છે. ક્રમે કરીને સંવાહ ચૌદ હજા૨, પિંડગણિયા (૫૬) છપ્પન હજાર, વેલાઉલ ૩૬૦૦૦, નાટ્ય મંડળી (૩૨) બત્રીસ હજાર, એક ક્રોડ ગોકુલ, ત્રણ ક્રોડ હલ, (૧૦) દશ ક્રોડ ધ્વજ પતાકાઓ, છન્નુ (૯૬) ક્રોડ પાયદલ તથા છ ખંડ પૃથ્વી, ૯૯૦૦૦ દેશાંતર, ૯૦૦૦૦ હેમાગાર, ૫૬૦૦૦ અંતર્હુિપ, ૭૨૦૦૦ પ્રજ્ઞપ્તિ (પત્નત્તિ) અને વળી ત્રણક્રોડ નોકર ૧૮ ક્રોડ સામાન્ય ઘોડા, ત્રણલાખ ભોજનના સ્થાન પાંચલાખ દીપને ધરનારા, ત્રણ લાખ આયુધો, બત્રીસક્રોડ શ૨ી૨ને મર્દન કરનારા, છત્રીસક્રોડ આભરણ રાખનારા અને તેટલા રસોયા અને બત્રીસ ક્રોડ સૈન્ય સંવાહગ, આ પ્રમાણેની સ્મૃધ્ધિ ભરતચક્રી, સગરચક્રી આદિ ચક્રવર્તિઓ ભોગવે છે. ઈતિ, વાસુદેવને ત્રણખંડનું અધિપતિપણું, સાતરત્ન, અને સોલહ હજાર મુગુટબધ્ધ રાજાદિ ૠધ્ધિ વિ. હોય છે. દેવાદિની સહાય, કલ્પદ્રુમ, ચિંતામણી રત્નની પ્રાપ્તિ, સ્વર્ણ પુરુષની સિધ્ધિ આદિની પ્રાપ્તિ એમ મહાઋધ્ધિ હોય છે. અને બીજાનું યથાયોગ્ય જાણવું. ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) (164 મ.અ.અં.૪, ત.-૧
SR No.022072
Book TitleUpdesh Ratnakar Part 02
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJain Shwetambar Murtipujak Trust
Publication Year2003
Total Pages302
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy