SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ હિતને માટે કાયાને થોડું આપીને સંયમના ભારને વહન કર ! કારણ કે પવિત્ર આહાર હોવા છતાં તેને અપવિત્ર કરે છે. કમીથી વ્યાપ્ત, કાગ, કુતરા, વિ. નું ભક્ષ્ય હોવાથી, ભવિષ્યમાં જલ્દી ભસ્મ થવાથી, માંસાદિપિણ્ડવાળા અંગ (શરીર) થી સ્વહિતને કર ઈત્યાદિ સુભાષિત શ્લોકોથી જાણી લેવું ધનાદિ નવપ્રકારના પરિગ્રહનું પણ વિનશ્વરપણું છે. પાણી અગ્નિ આદિનો ઉપદ્રવ, ચારણ, ચોર સ્વગોત્રવાળા, નોકર, લુચ્ચા, રાજા દેવતા વિ. થી કલેશ, દુઃખ કરવા પૂર્વક ગ્રહણ કરવા વિ. થી, વ્યવસાય વિ. માં ઉપદ્રવ કરવા થકી અને લૂંટી લેવા વિ. આ બધું અનુભવ કરવા પૂર્વક સિધ્ધજ છે. વળી તેવી રીતે કહ્યું છે કે.... જમાઈઓ તેની (ધનની) ઝંખના કરે છે. તસ્કરો (ચોર) ચોરી જાય છે. રાજાઓ ગ્રહણ કરી લે છે. (કર વિ. દ્વારા) અને નિમિત્ત પામીને અગ્નિ પલમાત્રમાં ભસ્મિભૂત કરી નાંખે છે. દુરાચારિ પુત્રો દરિદ્રપણાને લાવે છે. ઘણાને આધીન (તાબે) કરનાર ધનને ધિક્કાર હો. સ્નેહ દશા, ગુણોનો ક્ષય કરીને દીવાની જ્યોત સમ ચંચલ લક્ષ્મી (ધન) નાશ પામે છે. માત્ર તેમાં એક વસ્તુ જ બાકી રહે છે. તેનાથી ઉત્પન્ન થયેલ માલિન્યતા (અશુભકર્મ) અધ્યાત્મ કલ્પદ્રુમમાં પણ કહ્યું છે કે જે શત્રુને પણ ઉપકાર (રાજી) કરનારી છે. કારણ કે જે લક્ષ્મીથી સર્પ, ઉંદર વિ. માં ગતિ (જન્મ) થાય છે. અને આપત્તિ મરણ રોગ વિ. ને દૂર કરવાનું જ્યાં ' શક્ય નથી તેવા ધનને વિષે મોહ કેમ રાખવો ? ખેતર, ઘર, ધન, ધાન્ય, ગાય, ઘોડા મળવા થકી શરીરધારીઓને કલહ, પાપ અને નરકનું કારણ બને છે. ધર્મમાર્ગે તેનો ઉપયોગ ન કર્યો તો કયો ગુણ થાય ? ઈત્યાદિ વિસ્તાર અધ્યાત્મ કલ્પદ્રુમથી જાણવો ચક્રવર્તી – વાસુદેવ વિ. નું પણ મરણ થયે છતે તેના નિધિ રત્નો વિ. નું પૃથ્વી, આકાશ વિ. માં જવા આદિ વડે કરીને અને બીજાના થવા થકી વિનશ્વર પણું (પ્રસિધ્ધ છે.) પ્રત્યક્ષ છે. જીવિતપણું, યૌવનપર્ણ વિ. પણ વિનાશી છે. તે પ્રસિધ્ધ છે. કહ્યું છે કે - આ શ્વાસ ચપલ છે. ક્ષણવારમાં જે સેંકડો વાર આવ જા કરે છે. શરીરીઓનું જીવન તેને આધીન છે. એવો કોણ બુધ્ધિશાળી છે કે ધર્મ કરવામાં વિલંબ કરે ? જેનું ચામડાનું બખ્તર ભેદ્ય નથી અને જેના પપપ પપપ . . . . . . . . , , , , , , , , , , , , , , , , :::: : * : [ ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) (145)મ.અ.અં.૩, તા-૧ | Movie ::: :::::::::::::::::•••••• - ::::::::::: ::::::::]
SR No.022072
Book TitleUpdesh Ratnakar Part 02
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJain Shwetambar Murtipujak Trust
Publication Year2003
Total Pages302
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy