SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ કહ્યું છે કે અતિક્રૂર સર્પો, દાઢવાળા સિંહ વિ. પ્રાણીઓ, પક્ષીઓ, જલચ૨ જીવો, ન૨કથી આવેલા છે. અને નરકમાં જવાના છે. મોટે ભાગે આ પ્રમાણે થાય છે. નિયમ છે એમ નહિ. તેવી રીતે આહાર ના કારણે માછલાં સાતમી નરકે જાય છે. માટે સચિત્ત આહારને મનથી પણ ઈચ્છવા યોગ્ય નથી. મનથી પણ ચિત્ત આહારની ઈચ્છાથી તંદુલમત્સ્ય અન્તમૂહર્તમાંજ સાતમી નરકને પ્રાપ્ત કરનારો થાય છે. જેમ જેમ આ મોટા શરીરવાળા માછલાં વિ. હોય છે. તેમ તેમ ચિત્ત આહારના વધારાપણાથી અધિક અધિક નરકના દુઃખોને પ્રાપ્ત કરે છે. સામાન્યથી દેહનું સ્વરૂપ આગમમાં પણ આ પ્રમાણે કહ્યું છે. દેવોનું શરીર ઉત્કૃષ્ટથી બે દેવલોક સુધી સાત હાથ પ્રમાણ હોય છે. ત્યાંથી ઉપરના દેવલોકમાં ઓછું કરતાં અનુત્તરમાં એક હાથનું હોય છે. પહેલી નરકમાં સાતહાથનું શરીર પછી વધતાં વધતાં સાતમીમાં પાંચસો ધનુષ્ય પ્રમાણ હોય છે. યુગલિક મનુષ્યનું ઉત્કૃષ્ટથી ત્રણ ગાઉનું શરીર હોય છે. પ્રત્યેક વનસ્પતિનું શરીર એક હજાર યોજનથી અધિક હોય છે. તે વેલ, કમલ વિ. જાણવા એથી વધારે હોય તો તે પૃથ્વીરૂપ જાણવા. પૃથ્વી આદિ ચાર અને નિગોદનું અંગુલનો અસંખ્યાતમાં ભાગનું માત્ર શરીર જાણવું, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય ચઉરિંદ્રિયનું શરીર અનુક્રમે બાર યોજન, ત્રણ ગાઉ, અને ચાર ગાઉ જાણવું. એક હજાર જોજન પંચેન્દ્રિયનું ઓધથી કહ્યું છે. વિશેષે કરીને તો બારજોજન શંખનું, ત્રણગાઉ ગુમ્મી એક જોજન ભમરાનું (ચઉરિદ્રિય) સમુર્ચ્છિમ ચતુષ્પદ, ભૂજ પરિસર્પ, ઉરપરિસર્પ ૨ થી ૯ ગાઉ, ૨ થી ૯ ધનુષ્ય અને ૨ થી ૯ યોજનનું હોય છે. ગર્ભજ ચતુષ્પદનું છ ગાઉ, ભુજપરિસર્પનું ૨ થી ૯ ગાઉ અને ઉપરિસર્પનું એક હજાર યોજનનું હોય છે. અને સમુર્ચ્છિમ અને ગર્ભજ બન્ને મત્સ્યનું પણ એક હજાર જોજનનું હોય છે. ગર્ભજ અને સમુર્ચ્છિમ બંન્ને પક્ષીનું ૨ થી ૯ ધનુષ્ય જાણવું. અને જઘન્યથી સર્વનું અંગુલનો અસંખ્યાતમા ભાગનું જાણવું. ઈત્યાદિ આવા શરીરના પાલનને માટે આખુ જગત પ્રયત્ન કરે છે. તેવીરીતે વેલડી વિ. એકેન્દ્રિયો પણ વાડ પર ચઢે છે. કેટલાક તો કંટક વડે પોતાને વિંટે છે. (ઢાંકે છે), ઈયળ વિ. કંટકનું બખ્તર બનાવે છે. અને અશુચિવાળા કાદવ વિ. માં પ્રવેશે છે. કીડી, ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) (143 મ.અ.અં.૩, ત.-૧
SR No.022072
Book TitleUpdesh Ratnakar Part 02
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJain Shwetambar Murtipujak Trust
Publication Year2003
Total Pages302
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy