SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ (૫) હવે જેવી રીતે હાથીનાદાનમાં લુબ્ધ ગુંજારવ કરતા ભ્રમરવાળા હાથીઓ રાજાદિઓને પણ માન્ય ઊંડા પવિત્ર જલમાંજ ક્રીડા કરતાં રમે છે. ઈચ્છા મુજબ પાણી પીએ છે. અને તેમાંજ હાથણીના વૃંદથી પરિવરેલો રમે છે. આનંદ માને છે માત્ર પાણીથી બહાર નીકળેલા વચ્ચે કંઈક કંઈક ધૂળવડે પણ આત્મા (શરીર)ને ખરડાવે છે. વળી ફરી તેવી જ રીતે પવિત્ર જલાદિ વડે આત્મા પવિત્ર કરે છે. એ પ્રમાણે કેટલાક જીવો જિન વચનની પરિણતીવાળા, શ્રાવકધર્મનો સ્વીકાર કરનારા, સુવિશુધ્ધ શુધ્ધ (નીતિવાળું) ધનનું દાન સાત ક્ષેત્રમાં વાવવા આદિથી, સ્તુતિ બોલતાં માર્ગણાદિ (યાચકાદિ) ગણો (સમુદાય), શિષ્ટ લોકની પ્રશંસા (૧) પદ (૨) પ્રૌઢ, તીર્થયાત્રા, પ્રાસાદની પ્રતિષ્ઠાદિ પુણ્યકર્મવડે રાજા વિ. ને પણ માનનીય થાય છે. જ્યારે રાજા અમાત્ય વિ. સંપ્રતિ, કુમારપાલ, અભયકુમાર, વસ્તુપાલાદિની જેમ જાગતા એવા અદ્ભુત પુણ્યવડે જગતને પણ સ્તવનીય ગુણવાળા, શુધ્ધ સમ્યકત્વ, અણુવ્રત આદિના પાલનમાં ડૂબેલા (મગ્ન) નિર્મલ સામાયિકાદિ છ પ્રકારના આવશ્યક (સામાયિક - ચઉવિસત્થો વિ.) પૌષધ, ગુરુદેવ, સાધર્મિક, આરાધના, તપો, નિયમ, શીલ ગુણ અનુષ્ઠાનમાં પોતાના કુટુંબ પરિવારથી યુક્ત, હંમેશા કાયા વડે કરીને પ્રયત્નશીલ અને મનથી તેમાંજ રમે છે. અને વચનથી પણ તે પ્રમાણે પ્રરૂપણા કરે છે. માત્ર નિર્વાહ માટે કુલક્રમથી (પરંપરાથી) આવેલો નિંદ્ય નહિ એવા દ્રવ્ય ઉપાર્જન કરવાના ઉપાયોમાં, કંઈક આરંભમાં પણ ધૂલીને લગાડવા સમાન પ્રવર્તે છે. અથવા સમ્યત્વ ધારી, ચમત્કારી, ઈચ્છીત આપનાર તીર્થની માનતા કરવી આદિ લૌકિક - લોકોત્તર અલ્પ મિથ્યાત્વ અતિચાર આદિને સેવે છે. અને વળી પ્રતિક્રમણ આલોચનાથી પોતાને શુધ્ધ કરે છે. અને તેઓ આલોકમાં પણ સર્વ લોકાદિથી વિરૂધ્ધ પંચકના ત્યાગ વિ. થી અને લોકપ્રિય ગુણ વડે સર્વ લોકાદિથી વિરૂધ્ધ પંચકના ત્યાગ વિ. થી અને લોકપ્રિય ગુણ વડે સર્વ જનની પ્રશંસાને અને ધર્મના પ્રભાવથી વધતી એવી સુખ સંપદાને પામે છે. અને પરલોકમાં બારમા દેવલોક સુધીના દેવના સુખોને અને થોડા જ ભવોમાં (મહોદયપદને) મોક્ષને પામે છે. પણ (૬) હવે જેવી રીતે હંસો અગાધ નિર્મલ જલવાળા માનસ સરોવર આદિમાં વસે છે - રહે છે – ખેલે છે – આનંદને માને છે. અને તેમાં રહેલા ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) | મ.અ.અં.૨, ત-૧૦ ::::::::::::: ::::::::::::: ::::::::::::: *********************
SR No.022072
Book TitleUpdesh Ratnakar Part 02
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJain Shwetambar Murtipujak Trust
Publication Year2003
Total Pages302
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy