SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ હોય તો પણ ડંશે છે. (કરડે છે) ચઉન્દ્રિયો ડાંસ, મચ્છર, વીંછી વિ. મનુષ્યાદિને ડેસે છે - કરડે છે. પંચેન્દ્રિયો, સર્પ, બિલાડી, વાઘ વિ. સ્થલચર માછલા, બગલા વિ. જલમાં રહેનારા, બાજપક્ષી, ગીધ વિ. આકાશમાં ઉડનારા પક્ષીઓ આહારાદિની ઈચ્છા હોય કે ન હોય તો પણ સ્વભાવથી જ હિંસાદિ પાપમાં રત જ હોય છે. અને મનુષ્યો... ચોર, ઈર્ષાળુ, મ્લેચ્છ, ભિલ્લ, શિકારી, માછીમાર વિ. અને શાકિન વિ. આહારના કોમ માટે પોતાની મદ, ક્રીડા, ચાપલ્યાદિથી અકાર્યમાં પણ કાર્ય ન હોવા છતાંપણ) હિંસા, જૂઠ, ચોરી, પરનારી ગમન, સ્વજાતીય કામ - ક્રીડા, પરિગ્રહની ઈચ્છા, ઈર્ષા, પરને વ્યથાદિ પાપોમાં નિઃશંકપણે પ્રવર્તે છે. દેવોપણ દુષ્ટ વ્યંતર વિ. મનુષ્યાદિમાં અધિષ્ઠિત રહીને (થઈને) ઉદ્વેગ પમાડે છે. મારી - હણી પણ નાંખે છે. બાળક વિ. ને છેતરે છે. - છલે છે. અને દુષ્ટ વ્યંતર, વ્યનતરી, શક્તિ, યોગિની વિ. ક્રિડામાત્રથી મરકી વિ. ઉપદ્રવોને વિદુર્વે છે. અને પરમાધાર્મિકો નારકોને પીડા આપે છે. એ પ્રમાણે મિથ્યાત્વી દેવો અને દેવીઓ પોતાના નગરના બોકડા, પાડાને હણે છે. ઈત્યાદિ નારકીઓ પણ પરસ્પર વિદુર્વેલા શસ્ત્ર વડે યુધ્ધ કરે છે. વૈક્રિય શક્તિથી વિમુર્વેલા કીડા, પક્ષી આદિ વડે ખાય છે. ઈત્યાદિ તેથી સ્વભાવથી સ્વભાવિક પાપમાં રમનારા મોટા ભાગના જીવો છે. ||૧|| (૨) હવે જેવી રીતે પાડાઓ તાપથી વિઠ્ઠલ થયેલા ઠંડકને માટે કાદવવાળા પાણીમાં આનંદ માને છે. સારા કે ગંદા જલનો વિવેક નહિ જાણનારા હોવાથી. તેવી રીતે કેટલાક દરિદ્રતા, રોગ, ઉપદ્રવાદિ દુઃખોવડે તપેલા તેને દૂર કરવા થકી આ લોકના સુખને માટે કુગુરુ, કુશાસ્ત્રમાં મુંઝાયેલા (મોહપામેલા) આ લોકની શાંતિ માટે યક્ષ, હોમ, શાન્તિ આદિને કરે છે. ક્રૂર દેવોની અને તેની દેવીઓની આગળ યશોધર રાજાને મારનારા દત્તરાજા વિ. ની જેમ બકરા, પાડા, વિ. જીવોને હણે છે. કેટલાક ધર્મના ઈચ્છુકો, પરલોકના સુખને માટે સળગતી કુંડી, પાપ ઘટ, મૃતની શૈયા, માથાને કરવતથી કાપવું, કુંભીપાક, કુગુરુની ઉપાસના, દાસ-દાસી, પૃથ્વી આદિનું કુદાન, યજ્ઞ, હોમ વિ. કાદવની ઉપમાવાળા, કુધર્મને કરે છે. (આચરે છે.) કેટલાક મિથ્યાવ્રત, તપ, દાન, માહ મહિનામાં સ્નાન વિ. | ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) (120.અ.સં.૨, તા.-૧
SR No.022072
Book TitleUpdesh Ratnakar Part 02
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJain Shwetambar Murtipujak Trust
Publication Year2003
Total Pages302
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy