SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ અનુષ્ઠાનથી (વડ) પ્રાયઃ પ્રમાદના પરિવારનું કારણ છે. બીજાને પણ નિર્મલ બોધ રૂપ ક્રિયાની પ્રવૃત્તિનું કારણ, ગંભીર ઉદાર આશય (ઈરાદા) નું પરમ કારણ છે. પ્રાયઃ સ્વપર ધર્મોપકારની પ્રવૃત્તિ ને કરનારી છે. ભવાંતરમાં પડી જનારી હોવા છતાં પણ તેની પ્રાપ્તિ સુલભ છે. પાંચમીથી સ્વલ્પતર જ ભવમાં મુક્તિને આપે છે. અપ્રતિપાતિ તો ૬૬ સાગરોપમ (સુધી) મધ્યે મોક્ષ આપે છે. II૬ll (૭) સૂર્યની પ્રભા સરિખી (રુચિ) :- પ્રાયઃ કરીને ભવાત્તરમાં પણ નહિ જનારી, હંમેશા સધ્યાન યુક્ત, એક જ પરોપકારને પ્રર્વતાવનારી, પ્રશમના સારભૂત, સુખનું કારણ, દેવની કપટતાથી પણ સંશય - શંકા કરવા માટે શક્ય નથી. પોતાનો અને બીજાનો સંપૂર્ણ આંતર અંધકારને દૂર કરનારી, સંપૂર્ણ અનુષ્ઠાનમાં જોડનારી (પ્રવર્તાવનારી), સર્વ પ્રકારના સૂક્ષ્મ અર્થનો બોધ કરાવનારી, સર્વકમલો ને ઉલ્લસિત કરનારી જેનો કેવલ જ્ઞાનરૂપી પ્રકાશ નજીકમાં છે. કષાય રૂપ તાપ માત્ર સત્તારૂપ પડ્યા છે. દૃષ્ટ્રિમાં આવેલા સર્વભવ્યોને શીધ્રતત્ત્વના બોધને કરનારી, પ્રાયઃ કરીને ત્રીજે ભવે બેવાર વિજયાદિમાં અથવા ત્રણવાર અચુત લોકમાં એ પ્રમાણેના ન્યાયથી પાંચ સાત ભવમાં ઉત્કૃષ્ટથી ૬૬ સાગરોપમની મધ્યમાં મુક્તિની સંપદાને પામે છે. (પમાડે છે) IIણા. (૮) આઠમી ચંદ્રપ્રભા સરિખિ પહેલા કરતાં વિશેષ ગુણોથી ભરેલી, અત્યંત કેવલરૂપી પ્રકાશ નજીકમાં થવાનો છે જેને અથવા કેવલજ્ઞાન પ્રાપ્ત કર્યું છે તેવા, પ્રાયઃ કષાયો ક્ષીણ થઈ ગયા છે અથવા જેના કષાયો નાશ પામી ગયા છે તેવા સર્વ ભવ્યોને બોધને આપનારી, જગતને આનંદ આપનારી, તેજ ભવે મુક્તિ સુખરૂપ કમલ (લક્ષ્મી) ના વિલાસને પ્રગટાવનારી છે. એ પ્રમાણે ઉત્તરોત્તર ચડિયાતી ધર્મપ્રવૃત્તિમાં મુક્તિ સુખના અભિલાષીઓએ પ્રયત્ન કરવો. શ્લોકાર્થ - હે પંડીત જનો ! આ પ્રમાણે આઠ પ્રકારની ધર્મની રુચિ જાણીને ઉત્તરોત્તર ધર્મપ્રવૃત્તિમાં પ્રયત્ન કરો. જેથી કરીને દુર્જય મોહરૂપી શત્રુપર જયરૂપી લક્ષ્મી પામીને શિવસુખને જલ્દી પામો. મધ્યાધિકારે ૨ અંશે (૯ મો તરંગ પૂર્ણ...) . | ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) (118)|મ.અ.અં.૨, તા.-૯
SR No.022072
Book TitleUpdesh Ratnakar Part 02
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJain Shwetambar Murtipujak Trust
Publication Year2003
Total Pages302
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy