SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ બે વણિકનું દ્રષ્ટાંત કોઈ એક નગરમાં નંદક અને ભદ્રક નામના બે વણીક પુત્રો દુકાનના વ્યવસાયમાં રત (લીન) હતા. એક વખત નંદકે ગુરુવચનથી ઉત્પન્ન થયેલી શ્રધ્ધાવાળા પ્રાતઃ (સવારે) જિનપૂજાનો અભિગ્રહ કર્યો અને ભદ્રક સવારે ઉઠીને હંમેશા પોતાની દુકાને જાય છે. અને નંદક હંમેશાં દેવપૂજા માટે જિન મંદિરે જાય છે. ભદ્રક ચિંતવે છે. અહો ! આ નંદક ધન્ય છે. કારણ કે બીજા બધા કાર્યો છોડી દઈને તે સવારે હંમેશાં જિનની પૂજા કરે છે. હું નિધન છું, પાપી છું, ધન ઉપાર્જનની લાલસાવાળો છું, અહીંયા (દુકાન) આવીને દિન ઉગતાં પામરોના મુખ જોઉં છું. મારા જ જીવિતને અને ગોત્રને ધિક્કાર છે. આ પ્રમાણેના ધ્યાનરૂપી જલથી તે પોતાના મેલને ધૂએ છે. અને પુણ્ય બીજને સીંચે છે. દેવની પૂજાના સમયે નંદક આ પ્રમાણે ચિંતવે છે. ભદ્રક હરિફ (સામે કોઈ ન હોવાથી) વગરનો હોવાથી ઘણું ધન અર્જન કરે છે. મેં તો પ્રતિજ્ઞા કરેલી છે. હવે હું શું કરું? દેવપૂજાનું ફલતો દૂર રહ્યું હા ! હું તો નિર્ધન થઈ જઈશ | આ પ્રમાણે કુવિકલ્પો વડે પોતાનું કરેલું સુકૃતહારી ગયો. આથી કરીને બુધ્ધિશાળીઓએ એક ચિત્તથી દેવપૂજા કરવી. અહીંયા આ રીતે નંદકનો જુવારના સાંઠા જેવો ધર્મપરિણામ જાણવો //l. (૨) જેવી રીતે શેરડીનો સાંઠો ચાવતા અધિકઅધિક સ્વાદ આપે છે. અને ઘણા રસવાળો હોય છે. પરંતુ ઘણા કુચ્ચાવાળો પણ હોય છે. તેવી રીતે કેટલાકને ધર્મ કરતાં અધિક સ્વાદ આવે છે. પરંતુ પ્રમાદરૂપી કુચ્ચાનું પ્રમાણ અધિક હોય છે. જેવી રીતે માર્દગિક દેવથયેલ વિસઢ શ્રાવકનું સામાયિક ધર્મ //// (૩) વળી જેવીરીતે શેરડીનો રસ શેરડીના સાંઠા કરતાં અધિક ગળ્યો હોય છે. પરંતું છેડે કંઈક કુચ્ચા અને ધૂલ વિ. થી મિશ્ર હોય છે. તેવી રીતે કેટલાકનો ધર્મ પરિણામ પહેલાં (પૂર્વ) કરતાં અધિક મીઠો (સારો) હોય છે. પરંતુ બહુ નહિ (અલ્પ) એવા વિષય – કષાય વિગેરે પ્રમાદ રૂપી કુચ્ચા હોય છે. આલોકમાં કીર્તિ, મહત્ત્વ, ધન વિ. ની ઈચ્છા, અભિમાનાદિ રૂપ મલથી sts . It is the best ..* * * * * * * * * * * | ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) મ.અ.અં.૨,તરંગ-૮ RL * * * * * * * * * * * * * * * * * * * * * *** *****************************
SR No.022072
Book TitleUpdesh Ratnakar Part 02
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJain Shwetambar Murtipujak Trust
Publication Year2003
Total Pages302
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy