SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ વખત સોમેશ્વરની યાત્રાથી પાછો ફરેલો શ્રી સિધ્ધરાજ ગિરનારની તળેટીમાં વાસ કર્યો ત્યારે જ (તે વખતે) પોતાની કીર્તિ ગાનારા સજ્જન દંડનાયકે બનાવેલા શ્રી નેમિનાથના મંદિર (પ્રાસાદ) ના દર્શનની ઈચ્છાવાળો તે ઈર્ષાળુઓ વડે આ પર્વત પાણીથી (વરસાદથી) ભીંજાયેલો છે. તેથી પગથી અડવા જેવો નથી. (યોગ્ય નથી) એવા જુઠા વચન વડે અટકાવાયો (ઈર્ષાળુઓએ દર્શન માટે નિષેધ કર્યો) એટલે ત્યાંજ પુજાપાને મોકલીને પોતે શત્રુંજય મહાતીર્થની નજીકમાં (સાનિધ્યમાં) છાવણી નાખી, ત્યાં પૂર્વે કહેલા જાતિથી ઈર્ષાળુ શઠ લોકોએ હાથમાં પાણ લઈ ક્રૂરતાથી તીર્થમાર્ગ નિષેધ કરવા છતાં પણ શ્રી સિધ્ધરાજ સંધ્યા સમયે સાદો વેષ પહેરીને ખભા પર બનાવેલ પક્ષીની બે પાંખ જેમ મૂકેલ ગંગાના પાણીથી ભરેલ કાવડવાળો તેઓની વચ્ચે થઈને સ્વરૂપને જણાવ્યા વિનાજ પર્વત ઉપર ચઢીને ગંગાના પાણીથી શ્રી આદિનાથ પ્રભુનો પ્રક્ષાલ (જલાભિષેક) કર્યો અને પર્વતની નજીકમાં રહેલ બારગામો પ્રભુને માટે અર્પણ કર્યા. અને તીર્થના દર્શનથી વિકસિત થયેલા લોચનવાળો જાણે અમૃતથી સિંચાયો ન હોય તેવો લાગતો હતો. પછી તેને આ પર્વતમાં સલ્લકી વનમાં રહેલ નદીના કાંઠે હાથીઓની-ઉત્પત્તિ માટે જ વધ્ય વનને હું બનાવીશ એ પ્રમાણેની પ્રતિજ્ઞાને પાળનારો, આકુળ વ્યાકુળ મનવાળો, મનોરથો વડે પણ તીર્થના વિધ્વંસના પાપને કરનારો એવા મને ધિક્કાર થાઓ. એ પ્રમાણે પ્રભુના ચરણ આગળ રાજલોક જાણે તે રીતે પોતાને નિંદતો પર્વતથી નીચે ઉતર્યો આ પ્રમાણે જયસિંહની યાત્રાનો સંબંધ કહ્યો. આથીજ અલ્પ પારિંગથી રંગાયેલા તેવા પ્રકારના પરિણામના કારણે સ્વલ્પ કર્મનો બંધ કરનારા થાય છે. પરંતુ પોતાના કુલ જાતિગણના અપવાદના ભયથી સંપૂર્ણપણે શ્રાવકપણાને સ્વીકારતા (લેતા) નથી. તોપણ તેઓ ભવાન્તરમાં સુલભબોધિ-બીજવાળા અને નજીકમાં સિધ્ધિને પામનારા થાય છે.ઈતિ //રl (૩) ત્તિ :- તેવા પ્રકારના કાળા દ્રવ્યના રંગથી રંગાયેલું દુકુલ (રેશમી વસ્ત્ર) ગ્રહણ કરવું. કારણ કે તે બહુ ઘસવા છતાં પણ દુકુલ કાળુંજ રહે છે. ફાડેલું ચીરા પાડેલા જીર્ણશીર્ણ આદિ પામવા છતાં પણ પોતાના રંગના અત્યાગથી તેજ સ્થિતિમાં રહે છે. તેવી રીતે કેટલાક જીવો અત્યંત :::: ' , , , , , , , , , ' . . . . . . . . . . . . . . . | ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) (99)મ.અ.અં.ર,તરંગ-૫ | કાકા : 13:::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::
SR No.022072
Book TitleUpdesh Ratnakar Part 02
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJain Shwetambar Murtipujak Trust
Publication Year2003
Total Pages302
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy