SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ ફાટવા છતાં પણ, તૂટવા છતાં અને જીર્ણશીર્ણ (ટૂકડા) આદિ અવસ્થામાં પણ પોતાનો રંગ નહિ છોડવાના કારણે તેનું ઘસવાથી થયેલું ચૂર્ણ વિગેરે પણ લાલ જ રહે છે (રંગાયેલુંજ રહે છે, તેવી જ રીતે કેટલાક જીવો આગળ કહ્યા પ્રમાણે સ્વીકારેલા ધર્મના રંગથી પરિણત થયેલા ક્રિયા અનુષ્ઠાનાદિ બધા પ્રકારના ધર્મકાર્યમાં અગ્રેસરપણાને ધારણ કરતાં પૂર્વે કહેલ સામગ્રીનો અભાવ વિગેરે કારણ આવે તો પણ ધર્મના રાગને નહિ છોડતા પોતાના અને બીજાપક્ષ વિ. માં ધર્મ ગુણોવડે દિપતા (અત્યંત) શોભે છે. અને શાસનને શોભાવે છે. તેઓ પ્રાયઃ કરીને સાત આઠ ભવમાં મુક્તિ જનારા છે. અને તેઓ નિશ્ચયે શ્રાવક હોય છે. કારણ કે:- સામગ્રીનો અભાવ છતાં પણ સુખમાં તથા કુસંસર્ગમાં પણ જેનો ધર્મ હીનતાને પામતો નથી (જતો નથી, તેને નિશ્ચિય કરીને શ્રાવક જાણવો. દ્રષ્ટાંત તરીકે શ્રી વીરપ્રભુના દશશ્રાવક વિ. અને મથુરાવાસી નંદ શ્રાવક વગેરે જાણવા. lll. (૫) વિહુત્તિ - વિઠ્ઠ (વીન) - તેની વિચારણા પૂર્વની જેમ જાણવી. તેની પણ વિધવા છતાં, ઘસવા છતાં અને ચૂર્ણ કરવા છતાં પણ રંગની શોભા વિ. જતું નથી. તો પછી તે બે મંજીષ્ઠા અને પ્રવાલ) માં શું વિશેષ છે. તે કહે છે. વસ્ત્ર-દુકુલ વિ. માં વણતાં પટ્ટ (તંતું) તાણવા સમયે રંગ હોતો નથી. પાછળથી યથા અવસરે (જોઈએ ત્યારે) જેવો જોઈએ તેવો એક વર્ણ અથવા પાકોવર્ણ (રંગ) મંજીષ્ઠાદિ દ્રવ્યો વડે કરેલો હોય છે. (કરાય છે.) જ્યારે પ્રવાલમાંતો (ઉગતાં) સાથે જ ઉત્પન્ન થયેલો હોય છે જે દ્રવ્યોથી સંસ્કારિત સામાન્યપણું (સરખાપણું), હોવા છતાં પણ એમાં વિશેષ પણું રહેલું છે. તે કારણે જે આનંદ વગેરેની જેમ પહેલાં મિથ્યાદ્રષ્ટિવાળા હોવે છતે પાછળથી ધર્મદેશના વગેરેથી ધર્મરંગ પરિણમે છે. અને તે આજીવન રહે છે. તેઓ દુકુલાદિના રંગજેવા જાણવા અને જેઓ જન્મથી પરંપરાથી આવેલા શ્રાવક ધર્મ વડે રંગાયેલા છે. દ્રવ્યથી રંગાયેલા ધર્મવાળા જાણવા તેઓ વિદ્ગમ (પ્રવાલ) ના રંગ જેવા જાણવા. (૬) કુસુમ ત્તિ :- જેવી રીતે પરિકર્મિત (રંગલું) jમ. પગથી ખુંદવાથી અને કદર્થના કરવા વિ. થી પણ પોતાનો રંગ છોડતો નથી. પરંતુ | ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ)](93)મિ.અ.અં.૨,તરંગ-૪) ક ... sit ssesses a fess: : : : : ::::::: :::::::::::::::::::::::: QOOOOOOOOOOOOOOOOOOOO
SR No.022072
Book TitleUpdesh Ratnakar Part 02
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJain Shwetambar Murtipujak Trust
Publication Year2003
Total Pages302
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy