SearchBrowseAboutContactDonate
Page Preview
Page 336
Loading...
Download File
Download File
Page Text
________________ કહ્યું છે કે:- કુપંથે જનારા દમન વગરના ઈન્દ્રિય રૂપી ઘોડાઓ ખેંચીને નરક રૂપી વનમાં પ્રાણીઓને જલ્દી લઈ જાય છે. અને ઈન્દ્રિયોનું પોષણ અને આસક્તિવાળાઓને મનની શુદ્ધિ પણ દુર્લભ છે અને તેથી રાજ ભયાદિથી કાયા વડે કરીને કાંઈક બ્રહ્મચર્યને ધરનારા હોવા છતાં પણ તેઓને મનની શુધ્ધિ ન હોવાથી બ્રહ્મચર્યનું ફલ કેવું ? (અર્થાત્ મળતું નથી) ઉલ્લુ પ્રદિપ્ત થયેલી ઈન્દ્રિયોવાળા એવા તેઓને રાગના કારણે દુર્ગતિ રુપ ફલ અને કર્મનો બંધ પણ સંભવે છે. કારણ કહ્યું છે કે:- હે વિદ્વાન ! મનને કાબુમાં લે કારણ કે કાબૂમાં લીધા વગરના મનવાળો તંદુલ મત્સ્ય શીધ્ર સાતમી નરક તરફ જાય છે. ત્યાં કોઈપણ જાતનું બીજું પણ સુકૃત થતું નથી. કારણ કે દુર્ગતિમાં પડવાના સ્વભાવવાળાઓને બીજો કોઈ આધાર નથી એટલે કે પડે જ છે. એ પ્રમાણે મુખેમિષ્ટ અને પરિણામે કટુતર છે તે યુક્તિ યુક્ત જ છે. તેવી રીતે જિનેશ્વર ભ. ને કહેલું હોવાથી જિન સંબંધી જે બાર પ્રકારનો તપ અથવા તપ એટલે ક્ષમાદિ રૂપ સાધુ ધર્મ તે જ ધર્મ બાવીશ પરિસહ સહન કરવાદિ દુષ્કર ચર્યારૂપ હોવાથી મુખે (શરુઆતમાં) રમ્ય (પ્રીય) નથી. કહ્યું છે કે - આ મોટા તરંગોથી ઉછળતો સમુદ્ર ભૂજા વડે ઉતરવા (તરવા) જેવો છે. અને સદા નિસાર (નિરસ) રેતીને ચાવવા જેવું કઠીન છે. //મેરુ પર્વતને તોલવા જેવું, સામા પ્રવાહે ગંગાને તરવા જેવું અને ભયંકર શત્રુના શસ્ત્ર (બાણ વિ.) ને જીતવા જેવું છે ૩ી તીક્ષ્ણ તલવારની ધાર પર અપ્રમત્ત પણે ચાલવા જેવું અને ચારે બાજુ સતત્ સળગતી અગ્નિની જુવાળાથી ઘેરાયેલા ઝાડ પર સહજ રીતે ચડવા જેવું કઠીન છે રા રાધા વેધ પર રહેલી માર્ગ દેખાતો નથી એવી પુતળીને વિધવા જેવું જેમ કઠીન છે તેની જેમ આ (ઉપસર્ગો) જીતવા કઠીન છે. ૪ll પહેલાં ગ્રહણ નહિ કરેલી ત્રણ લોકની જય પતાકા ને પામવી જેમ દુષ્કર છે. તેમ આ સાધુની દીક્ષા દુષ્કર છે. પરિણામે રમ્ય (સારૂ) એક દિવસની સંયમની જઘન્ય આરાધના પણ વૈમાનિક દેવની સુખની ઋદ્ધિનું સુખ રૂપ ફલ પ્રાપ્ત થતું હોવાથી પરિણામે રમ્ય છે. neeeeeeeeeeeeeeeeeeនន៥០ ០ ០essessesseeeeeeeeeeeeeeee 8888888888888888a% a888888888888 | ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) | 297 અંશ-૩, તરંગ-૭
SR No.022071
Book TitleUpdesh Ratnakar Part 01
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJain Shwetambar Murtipujak Trust
Publication Year2003
Total Pages374
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy